Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

મોરબી જીલ્લામાં કૃમિનાશક દિવસ અંતર્ગત ૧૮૪૩ સંસ્થામાં ૨.૫૧ લાખ બાળકોને ગોળીઓ ખવડાવી

જીલ્લાના ૭૬૮ પ્રાથમિક શાળા, ૨૧૪ માધ્યમિક શાળા, ૮૩૭ આંગણવાડીમાં કાર્યક્રમ

મોરબી : રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત મોરબી જીલ્લામાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવાના કાર્યક્રમનો શુભારંભ વાંકાનેરની જ્ઞાનગંગા વિધાલય તથા તાલુકાની રાતી દેવડી કુમાર પ્રાથમિક શાળા ખાતેથી કરવામાં આવેલ જે કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના ૭૬૮ પ્રાથમિક શાળા, ૨૧૪ માધ્યમિક શાળા, ૮૩૭ આંગણવાડી સહીત કુલ ૧૮૪૩ સંસ્થામાં ૨,૫૧,૩૫૩ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી

કાર્યક્રમનો શુભારંભ રતીદેવડી પ્રાથમિક શાળા ખાતે જીલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા, જીલ્લા આર સી એચ અધિકારી ડો વિપુલભાઈ કરોલિયા, તાલુકા હેલ્થ ઓફિસર વાંકાનેર અને તાલુકા શિક્ષણ અધિકારી તેમજ શાળાનો સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

કાર્યક્રમ સાથે મોરબી જીલ્લાના મલેરિયામાં હાઈરિસ્ક ગણાતા ગામોમાં દવાયુક્ત મચ્છરદાનીનું આગામી સમયમાં વિતરણ કરવાનું છે તેનું પ્રતિક સ્વરૂપ સગર્ભા માતાઓને મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવેલ તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ની યાદીમાં જણાવ્યું છે

(12:51 am IST)
  • રાજદ્રોહ કેસ પર જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કન્હૈયાકુમારે કેજરીવાલ સરકારનો માન્યો આભાર : ટ્વીટ કરીને કહ્યું દિલ્હી પોલીસ અને સરકારી વકીલોને આગ્રહ છે કે આ કેસની ગંભીરતાથી લ્યે : ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી ટ્રાયલ થાય અને કાનૂનની અદાલતમાં ન્યાય સુનિશ્ચિત કરાઈ access_time 1:03 am IST

  • ભારે કરી !!! : વિમાનમાં બે પારેવા ઘુસી ગયા : અમદાવાદઃ બે કબુતરોએ વિમાનમાં તોફાન મચાવ્યું: ગો-એરની ફલાઇટમાંથી કબુતરો નીકળ્યાઃ પેસેન્જરે ''લગેજ શેલ્ફ'' ખોલતા જ ૨ કબુતરો ઉડયાઃ કબુતરોને પકડવા પસેન્જર અને ક્રુની ભારે દોડધામ access_time 11:27 am IST

  • નિર્ભયા કેસમાં ફાંસીની સજા ટાળવા પવન પછી અક્ષયે ફરી દયાની અરજી કરી : ૨જી તારીખે સુનાવણી : નિર્ભયા હત્યા અને ગેંગરેપ કેસના આરોપીઓ ફાંસીથી બચવા સતત કાનુની દાવપેંચ રમી રહ્યા છે : પવન પછી હવે અક્ષય ઠાકુરે આજે બીજી વખત દયાની અરજી કરી છે સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બેન્ચ આ અરજીની બીજી માર્ચે સુનાવણી કરશે : પવને અરજીમાં કહ્યુ છે ઘટના બની ત્યારે તે સગીર વયનો હતો, જો કે આ બાબતે તેની રીવ્યુ અરજી આ પહેલા એક વખત રદ્દ થઇ ચૂકી છે access_time 5:21 pm IST