Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

જસદણના ગોંડલાધારમાં યુવકની હત્‍યાના આક્ષેપ

મેં બોલાવ્‍યો પણ બોલ્‍યો જ નહી… મારા છોકરાને મારવા પાછળનું કારણ જણાવોઃ માતાનો વલોપાત

રાજકોટઃ જસદણ તાલુકાનું ગોડલાધાર ગામની. અહીં એક માતાએ પોતાનો દિકરો અને પત્નીએ પતિને ગુમાવ્યો છે અને રાહુલ નામના કૌટુંબિક ભાઈ પર. આરોપ મુકાયો છે.

મૃતકની માતા કૈલાશબેન કુકડિયાનો આરોપ છે કે તેમના પુત્રને ગત વર્ષ 17 ડિસેમ્બરના રોજ તેમના ઘરેથી કૌટુબિંક ભાઇ રાહુલ લઇ ગયો હતો. અને તે જ રાત્રે 1 વાગ્યે મારા પુત્ર ગંભીર હાલત મળી આવતા રાજકોટ હોસ્પિટલ ગયા હતા. રમેશને આંખના ભાગે પડખામાં મોઢાના ભાગે તેમજ પાછળના ભાગમા ગંભી ઇજાના નિશાન હતા. તે બેભાન અવસ્થામાં હતો. તેને બોલાવ્યો પણ ન બોલ્યો આ શબ્દો છે માતાના. મતાનો આરોપ છે કે પુત્ર રમેશની હત્યા થઈ છે.

તેવા માતાના આરોપ છે. પુત્ર રમેશ ને મેં બોલાવ્યો પણ બોલ્યો જ નહીં બેભાન અવસ્થામાં હતો હોસ્પિટલે લઈ ગયા તો પણ ભાનમાં આવેલ નહિ બીજા દિવસે સવારે બાર વાગે ડોક્ટર સાહેબે કહ્યું કે તમારો પુત્ર મરણ પામેલ અને છે મારા પુત્રને મારા ગામનો મારા કુટુંબનો રાહુલ કુકડીયા નામનો છોકરો જે લઈ ગયેલ હિંગોળગઢ પેટ્રોલ પંપ માં પુરાવો છે સીસીટીવી કેમેરામાં મારા છોકરાની સાથે રાહુલ કુકડીયા છે તેથી સાબિત થાય છે કે રાહુલ અને કેશુભાઈ ભોજાભાઇ ધોડકિયા નામનો વ્યક્તિ તેમના સાથી મિત્રો મળી ષડયંત્ર રચી અને મારા છોકરાને ઘરેથી બોલાવીને ભોંયરા ગામના સીમાડે ઢોર માર મારી મોતને ઘાટ ઉતારેલ છે મારા છોકરાને માર મારી રાહુલ કુકડીયા ફરાર થઈ ગયેલ વિછીયા પોલીસને ફરિયાદ લખાવી અને કહ્યું રાહુલ કુકડીયા જે સીસીટીવી કેમેરામાં મારા છોકરાની સાથે દેખાય છે તેની કડક પૂછપરછ કરો તો મારા છોકરાને મારવા પાછળનું કારણ અને તેમની સાથે કેટલા વ્યક્તિઓ મારવામાં હતા તે સામે આવી જશે અને દૂધને દૂધ અને પાણીનું પાણી થઈ જશે મને ન્યાય મળી જશેધમકી આપી સમાધાનના પંચાસ હજાર માગ્યાની રાવ
યુવકના પરિવારજનોના આક્ષેપ પ્રમાણે વિછીયા પીએસઆઇને વારંવાર ફરિયાદ કરવા છતાં રાહુલને ધરપકડ કરવાને બદલે આજ સુધી પૂછપરછ પણ કરેલ નથી અને મારા ઘરે નિવેદન લેવા પણ પોલીસ આવેલ નથી એક મહિનાથી ફરાર રાહુલ ગામમાં આવી ગયેલ તેમ છતાં પોલીસ પૂછતી નથી કે તું શું કામ ફરાર થઈ ગયો હતો. આજની સુધી ક્યાં હતો રમેશને ક્યાં લઈ જતો હતો રમેશને શું કામ માર્યો રમેશ ને મારવામાં કેટલા લોકો હતા કોઈ પણ જાતની પૂછપરછ કરવામાં આવતી નથી ઉલટા ના રાહુલ કુકડીયાના પપ્પા અને એના કાકા તેની સાથે ત્રણ વ્યક્તિઓ બીજા આમ પાંચ લોકો મળીને મારા ઘરે આવીને ધમકી મારી ગયેલ કે 50000 રૂપિયા લઈ સમાધાન કરી નાખ નહિતર પરિણામ સારું નહીં આવે તો હું કોની પાસે ન્યાય માંગવા જાવ મારા પુત્ર રમેશને બે પુત્ર છે ગૌતમ તેમની ઉંમર પાંચ વર્ષ છે અને નાનો પુત્ર રવિ જેમના ચાર મહિના છે

માતા કૈલાસબેન રુદન નાના નાના બાળકોને મૂકી ગયેલ રમેશના માતા કૈલાસબેન રુદન કરે છે મને ન્યાય આપો વિંછીયા પોલીસ શું કામ તટસ્થ તપાસ નથી કરતી શુ કામ રાહુલનું નિવેદન નથી લેતી શું કામ કેશુ ભોજા નું નિવેદન નથી લેતી. શું કામ તેના પપ્પા અને કાકા અમને ધમકી મારે છે તો પોલીસને વારંવાર રજૂઆત કરું છું તો શું કામ પોલીસ અમને ન્યાય નથી આપતી તપાસ નથી કરતી કૈલાસબેન કહે છે વિંછીયા પોલીસે રૂપિયા લઇ અને કેસને રફેદફે કરી ભીનુ સંકેલી લીધું છે પણ હું એક દુખીયારી માં મારા દીકરાને ન્યાય અપાવીશ આ દેશના મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન સુધી હું જાતે રૂબરૂ સંપર્ક કરી ગૃહ મંત્રી પાસે ન્યાય માંગીશ શું કામ ન્યાય નથી આપતા શું કામ રાહુલ કુકડીયાની પૂછપરછ નથી કરતા શું કામ અમારી ફરિયાદ સાંભળતા નથી

વિછીયા પોલીસ પીએસઆઇ છેલ્લા દોઢ મહિનાથી મને ધક્કા ખવડાવી ખવડાવીને ન્યાય નથી આપતા મારું કહેવાનું એમ જ છે કે મારા દીકરાને મોતને ઘાટ ઉતારનાર આરોપી રાહુલ કુકડીયા જે હિંગોળગઢ પેટ્રોલ પંપ ના સીસીટીવી કેમેરામાં નજરે ચડે છે ત્યાર પછી થોડા સમય બાદ ત્યાંથી થોડા દૂર ભોંયરા ગામની સીમમાં મારા છોકરાને મારવામાં આવે છે અને ત્યાંથી રાહુલ કુકડીયા ફરાર થઈ જાય છે તો ચોખ્ખું સાબિત થાય છે કે રાહુલ કુકડીયા એ કેશુભોજા અને તેના સાથી મિત્રોએ ભેગા મળીને મારા છોકરાને મારેલ છે તો પોલીસ શું કામ આ લોકોને પૂછપરછ નથી કરતી શું કામ અમને ન્યાય નથી શું કામ રાહુલ કુકડીયાના સગા વાલા અમને ધમકી આપે છે પોલીસને કહેવા છતાં પોલીસ કેમ કાંઈ પગલા ભરતી નથી પોલીસને કોનો ડર છે પોલીસને શું કામ ભીનું સંકેલી લીધો મારૂ આ ગુજરાતના પોલીસવડા અને ગૃહ મંત્રી સાહેબને મારી રજૂઆત છે કે હું દુઃખ્યારી બારી છું હું ગરીબ બાઈ છું મારે ન્યાય જોઈએ મને ન્યાય આપો. તમે તપાસ કરો વિછીયા પીએસઆઇ શું કામ તપાસ નથી કરતા શું કારણે કોનો ડર છે કે પછી રૂપિયા ખાય અને ભીનું સંકેલી લીધું ગુજરાત પોલીસ અને રાજકોટ જિલ્લા પોલીસવડા ને મારી વિનંતી છે કે સાહેબ મને ન્યાય આપો.

(11:04 pm IST)