Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

મુંદ્રામાં વિજય સોલ્‍ટ વર્કસમાં વીજતંત્રનો દરોડો ૭૪ લાખની વીજચોરી ઝડપાઇઃ પપ કેવી લોડ લેવાયો હતોઃ મીટરને બાયપાસ કરાયેલ

રાજકોટ તા. ર૯ : પીજીવીસીએલ ભુજ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર તથા માંડવી ડિવીઝનના કાર્યપાલક ઇજનેરની માર્ગદર્શન હેઠળ ગઇકાલે વહેલી સવારે મુંદ્રા સબ ડિવીઝન હેઠળના ભદ્રેશ્વર સોલ્‍ટ વિસ્‍તારમાં વીજ ચેકીંગ અંગે દરોડા પડાયા હતા.
આ દરમ્‍યાન વિજય સોલ્‍ટ વર્કસ નામના ઔદ્યોગીક એકમમાં એમ.આર.મોદી નાયબ ઇજનેર (માંડવી) કે.વી.વણકર (નાયબ ઇજનેર મુંદ્રા) એચ.એન.પરમાર જુનિયર ઇજનેર (માંડવી) ત્‍થા સ્‍ટાફ દ્વારા વીજ જોડાણ ચેક કરતા મીટરને બાયપાસ કરી પાવર ચોરી કરતા પકડાયેલ. આમાં કુલ પપ કે.વી.જેટલો લોડ જોડવામાં આવેલ હતો. આરોપીનું વિજ જોડાણ ઇલેકટ્રીસીટી એકટની કલમ ૧૩પ મુજબ કાર્યવાહી કરી કાપી નાખવામાં આવેલ છે અને કુલ રૂ. ૭૪ લાખનું વીજ ચોરીનું બિલ ફટકારવામાં આવેલ હતું.

 

(3:41 pm IST)