Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ટંકારાના વાઘગઢ પ્રા.શાળાના પટાંગણમાં ભારતરત્ન પાર્કનું અનાવરણ તથા આયુર્વેદિક ઔષધાલયનો પ્રારંભ

ટંકારા,તા. ૨૯ : તાલુકાના પ્રગતિશીલ પાવાગઢ ગામે પ્રાથમિક શાળાના પટવાણ માં પ્રજાસત્ત્।ાક પર્વની શાનદાર ઉજવણી કરાય તેમજ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયેલ તેમાં શાળાના વિદ્યાર્થીઓ સ્ટાફ સરપંચ તથા ગ્રામજનોએ ભાગવિધિ લીધેલ આ પ્રસંગેશ્રી વાદ્યગઢ પ્રાથમિક શાળાના પટાંગણમાં ભારત રત્ન પાર્કનો અનાવરણ કાર્યક્રમ તથા આયુર્વેદિક ઔષધાલયની શરૃઆત કરવામાં આવેલ.

પ્રાથમિક શાળાના બાળકો આપણા મહાપુરુષો અને વીર શહીદોને ઓળખે અને તેમાં રાષ્ટ્રમાટે કરેલ ઉત્ત્।મ કાર્યો માંથી પ્રેરણા લઈ ઉત્ત્।મ દેશભકત બને તેવા ઉમદા વિચારોથી આ ભારતરત્ન પાર્કનું નિમાર્ણ કરવામાં આવેલ છે.ઙ્ગ આપણા વારસદારોમાંઙ્ગ ખુમારી સાથેઙ્ગ રાષ્ટ્રપ્રેમ અને આપણા દેશ પ્રત્યેની ફરજોથી સભાન બને તેવી ભાવના છે

ભારતરત્ન પાર્કનું અનાવરણઙ્ગ દાતાશ્રીઙ્ગ વલ્લભભાઈ હરખાભાઈ બારૈયા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી શારદાબેન ના હાથે કરાયેલ.

પહેલું સ્મારક આઝાદીની સર્વ પ્રથમઙ્ગ હાકલ કરનાર અને દેશ માટે સૌથી વધુ ક્રાંર્તિકારીઓ આપનાર આર્યસમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનુંઙ્ગ અનાવરણઙ્ગ સુંદરજીભાઈ રૈયાણી, કાનજીભાઈ છત્રોલા, માવજીભાઈ દલસાણીયા,ઙ્ગ સવજીભાઈ બારૈયા તથા ગામના યુવાનઙ્ગ સરપંચશ્રી વલ્લભભાઈ બારૈયાના હાથે દીપપ્રગટાવીઙ્ગ ખુલ્લો મુકવામાં આવેલ.

ચંદ્રશેખર આઝાદ, સરદાર પટેલ, ભગતસિંહ,રાણી લક્ષ્મીબાઈ, ગુરુ ગોવિંદસિંહ,છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ,સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ જેવા ક્રાંતિકારી અને મહાપુરુષો ના ફોટાનું અનાવરણ ગામના પ્રભુભાઇ, બેચરભાઈ, ડાયાભાઇ, ઉપસરપંચ જયેશભાઇ, રામજીભાઈ,વાલજીભાઈ ભીમાણી, નિલેશભાઈ, વિપુલભાઈ,નરેશભાઈઙ્ગ તલાટી મંત્રી શીતલબેન, દયાબેન,ઙ્ગ ગામના દેશભકતો બહેનો અને ભાઇઓ અનાવરણમાં જોડાઈ દેશભકિતનો અનેરો ઉત્સાહ બતાવેલ.

આ પ્રસંગેઙ્ગ આર્યુવૈદિક ઔષધાલયનોઙ્ગ દાતાશ્રી માવજીભાઈ દલસાણીયા તથા રામચંદ્રભાઈ, સુંદરજીભાઈના આર્થિક સહયોગથી શરૃ કરાયેલ. શિલ્પાબેન રાણીપા દ્વારા ખુલ્લું મુકવામાં આવેલ. તેઓ નિઃશુલ્કસેવા આપશે. દેશી દવા સામાન્ય રોગમાટે અવિરત સેવા મળી રહે અને એલોપેથીના મોટા ખર્ચાથી બચી તંદુરસ્ત જીવન જીવી શકાય તે માટે દાતાશ્રીના આવા ઉમદાભાવથી ખુલ્લી મુકવામાં આવેલ.

ત્યાર પછી છેલ્લા દસ વર્ષમાં વાધગઢગામમાં પુષ્કળ વૃક્ષોનું વાવેતર થયેલ છે તેના ઉછેર માટે વિરલદાતા વલ્લભભાઈ હરખાભાઈ બારૈયા દ્વારા વૃક્ષને પાણી પીવડાવવા માટે ટ્રેકટરનો ટાંકો ગામને ભેટ આપેલ છે. તેનું પણ લોકાર્પણ કરી દાતાશ્રી તથા ભગવાનજીભાઈ દલસાણીયા,રમેશભાઈનું સન્માન કરાયેલ.

ટંકારા તાલુકાનું નાનકડું વાઘગઢ ગામ અનેક વિધ પ્રવૃત્ત્િ।નું ધામ છે,છેલ્લા આઠવર્ષથી નિયમિત અગિયારસે ગામના વડીલો તથા બહેનો દ્વારા ગામ સફાઈ તથા જાહેર બગીચાની સફાઈ કરવામાં આવે છે.

વાઘગઢ શાળામાં પણ અનેક વિધ કાર્યો સાથે શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે. છેલ્લા આઠ વર્ષથી વાઘગઢ ગામ તથા સીમતળમા આપણા શ્રમયોગી ભાઈઓના બાળકો શિક્ષણથી વંચિત ન રહે માટે ર્ંકોઈ અભણ નહીં કોઈ ભૂખ્યું નહીંર્ં તે હેઠળ મજુરોનાબાળકોને ભણાવાય છે તેમજ નાસ્તો અપાય છે.જે ગામના લોકસહયોગથી ચલાવવામાં આવે છે. આ ઉદેશ્યની પાછળ નિરક્ષરતાની બેડીઓ માંથી આપણા દેશના શ્રમયોગી ભાઈઓને મુકત કરવા નો છે. સાથેજ શાળામાં ગામના દાતા દ્વારા દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે.

આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત નવનીતભાઈ ફેફર દ્વારા કરવામાં આવેલ બધાજ પ્રકલ્પોની માહિતી રમણિકભાઈ વડાવીયા દ્વારા આપવામાં આવી આભાર વિધિ દેવેન્દ્રભાઈ ફેફર દ્વારા કરવામાં આવેલ.

(1:18 pm IST)