Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

હળવદના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કિશનભાઇની હત્યા કરનાર આરોપીઓ વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવા માટે મૌન રેલીઃ આવેદનપત્ર

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૯ઃ તાજેતર માં ધંધુકા ખાતે થયેલ કિશનભાઇ બોળીયા ની નિર્મમ હત્યા કરવામાં આવી હતી ત્યારે હળવદ ના સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા શ્રી રામ ગૌશાળા થી મૌન રેલી શરૃ કરી અને મામલતદાર ઓફિસ પહોંચીઙ્ગ મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે આવેદનપત્ર માં ગુજરાત ના મુખ્યમંત્રી ને મામલતદાર હળવદ મારફત કિશનભાઇ બોળીયા ની નિર્મમ હત્યા કરનાર આરોપીયો વિરુદ્ઘ ફાસ્ટટ્રેક કોર્ટ ની રચના કરી સત્વરે આરોપીયો વિરૃદ્ઘ કડક માં કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ગુજરાત ની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓ ને સખત માં સખત કાર્યવાહી કરવામાં આવે અને આ ષડયંત્ર રચનારા કોઈ છટકી નો શકે તેવી તટસ્થ કાર્યવાહી કરવા અને આવી નિર્મમ હત્યા કરી કાયરતા ભર્યું કૃત્ય કરનાર વિરૃદ્ઘ સખ્ત માં સખ્ત કાર્યવાહી કરવા માટે આ આવેદનપત્ર માં જણાવ્યું હતું કાર્યક્રમ ના અંતે હાજર સૌ એ રામધૂન અને શાંતિ મંત્ર નું સમૂહ પઠન કરી અને કિશનભાઇ ના આત્મા ને શાંતિ મળે એ માટે પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમ માં હળવદ તાલુકા ના તમામ જ્ઞાતિ ના લોકો બહોળા પ્રમાણમાં સ્વૈચ્છાએ જોડાયા હતા.

(11:46 am IST)