Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

જૂનાગઢ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સમાજશાષા ભવન દ્વારા વ્‍યાખ્‍યાન યોજાયું

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૨૯: સમાજશાષા વિભાગ, ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા ‘સાંપ્રત સમયમાં દેવભાષા સંસ્‍કૃત અને ગર્ભસંસ્‍કારશાષાનાં અધ્‍યયનની આવશ્‍યકતા' વિષય ઉપર કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતનભાઈ ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં વિષય તજજ્ઞ તરીકે ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટી, ગાંધીનગરનાં પ્રાધ્‍યાપક ડો.ભૈરવીબેન દિક્ષિત હાજર રહ્યા હતાં. તેઓએ સાંપ્રત સમયમાં સંસ્‍કૃતનું મહત્‍વ, સંસ્‍કૃત વિષયનો વ્‍યાપ, અધ્‍યયન પધ્‍ધતિ તેમજ ગર્ભસંસ્‍કારશાષા વિષય ઉપર પ્રકાશ પાડ્‍યો હતો. તેઓએ અભિમન્‍યુ, સ્‍વામી વિવેકાનંદ સહિતના ઉદાહરણો સાથે ગર્ભસંસ્‍કારશાષા અને તેજસ્‍વી અને યશસ્‍વી બાળક વિશે સમજ આપી હતી.
વ્‍યક્‍તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર, વિશ્વ, સૃષ્ટિ, પરમેષ્ઠી, સામાજિક પુનરુત્‍થાન, શિક્ષણ, સંસ્‍કાર વિશે પણ વિસ્‍તૃત સમજણ આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સમાજશાષા ભવનના અધ્‍યક્ષ ડો.જયસિંહ ઝાલાએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું તથા અંતમાં આભારવિધિ ડો.પરાગ દેવાણીએ કરી હતી. સંચાલન ડો. ઋષિરાજ ઉપાધ્‍યાયે કર્યું હતું. હાલમાં યુનિવર્સિટીના અનુસ્‍નાતક ભવનોમાં અંદાજે ૯૦ ટકા જેટલી વિદ્યાર્થિનીઓ અભ્‍યાસ કરી રહી છે તે બાબતે પણ ડો.ભૈરવીબેન દિક્ષિતે પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી. કાર્યક્રમનાં કન્‍વીનર તરીકે ડો.જયસિંહ ઝાલા તેમજ અંગ્રેજી વિભાગનાં અધ્‍યક્ષ ડો.ફિરોઝ શેખ, ડો.પરાગ દેવાણી, ડો.અનીતાબા ગોહિલ, શ્રી વિનીત વર્મા તેમજ બહોળી સંખ્‍યામાં વિધાર્થીઓ હાજર રહ્યા હતાં.

 

(10:54 am IST)