Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સત્‍યમ સેવા યુવક મંડળ દ્વારા કાલે ભવનાથ ખાતે ૩૬માં સર્વજ્ઞાતિય સમૂહલગ્ન

પાંચ પ્રજ્ઞાચક્ષુ સહિત ૨૫ દીકરીઓને ૧૨૫થી વધુ વસ્‍તુઓનો કરિયાવર આપી કન્‍યા વિદાયનો ભાવભેર પ્રસંગ ઉજવાશે

(વિનુજોશી દ્વારા)જૂનાગઢ,તા. ૨૯ : ગુજરાત ના સીમાડા વટાવી અને વિદેશ માં પણ જેની સેવાકીય પ્રવૃત્તિ ની નોંધ લઈ દાતાઓ સહકાર આપી રહ્યા છે એવી જૂનાગઢની સેવાભાવી સંસ્‍થા સત્‍યમ સેવા યુવક મંડળ દ્વારા આગામી તારીખ ૩૦/૧/૨૦૨૨ને રવિવારના રોજ ભવનાથ ક્ષેત્રમાં સનાતન હિન્‍દુ ધર્મશાળા સહિત જુદી જુદી જગ્‍યાએ તબક્કાવાર સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી પાંચ પ્રજ્ઞાચક્ષુ સહિત કુલ ૨૫ દીકરીઓના સમૂહ લગ્નોત્‍સવ યોજવામાં આવનાર છે અને જેની તડામાર તૈયારી ને ઓથ આપવામાં આવી રહ્યો છે.
જૂનાગઢ અને સૌરાષ્ટ્ર માં છેલ્લા ૩૭ વર્ષ કરતા પણ વધારે સમય થયા સેવાકીય ક્ષેત્રે અનેરું યોગદાન આપનારી સંસ્‍થા એટલે સત્‍યમ સેવા યુવક મંડળ કે જેના નવયુવાન અને તરવડિયા પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા અને તેમની સેવાભાવી ટીમ રોજ દિવસ ઉગે અને સેવાના કામો હાથ ઉપર લે તેવી સેવાભાવી ટીમ દ્વારા જરૂિયાતમંદ લોકો ને કાયમની માટે મદદ કરવા તૈયાર હોય છે કોઈપણ જાતના ભેદભાવ વિના નિઃસ્‍વાર્થ ભાવે સેવાની અનેક વિધ પ્રવૃત્તિ દાતાઓના સહકારથી કરવામાંᅠ આવી રહી છે સેવાકીય પ્રવૃત્તિ ની સાથે છેલ્લા ૩૬ વર્ષ થી સમૂહ લગ્ન ના કાર્યક્રમો પણ સફળ રીતે યોજી રહી છે ૧૮૦૦ થી વધારે દીકરીઓને કરિયાવર અપાવી અને સાસરે વળાવી છે.આ સંસ્‍થા નું સેવાકીય ક્ષેત્ર ૩૭ માં વર્ષ માં પ્રવેશ્‍યું છે.અને સાથે જ ૩૬ માં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ છે.સંસ્‍થા ના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા એ જણાવ્‍યું હતુ કે હાલ કોરોનાનું સંક્રમણ ચાલી રહ્યું છે.ત્‍યારે સરકાર શ્રી ની ગાઈડ લાઈન ચુસ્‍ત પણે પાલન કરી અને ભવનાથ ખાતે જુદા જુદા સ્‍થળે તબક્કાવાર સમૂહ લગ્નોત્‍સવ નો કાર્યક્રમ યોજવામાં આવશે.વધુ માં મસુખભાઈ વાજા એ જણાવ્‍યું હતું કે ૨૫ દીકરીઓમાં પાંચ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ છે અને જ કોરોના માં સ્‍વજન ગુમાવેલ દીકરીઓ છે આ બધી દીકરીઓને દાતાઓ ના સહકાર થી કરિયાવર પણ આપવામાં આવશે સેટી પલંગ,સ્‍ટીલ ના કબાટ,ગાદલા,સોનાનો દાણો, મંગળસૂત્ર સહિત ૧૨૫ જેટલી વસ્‍તુઓનો કરિયાવર આપશે.આગેવાનો,અગ્રણીઓ અને સંતોના આશીર્વાદ સાથે દીકરીઓને ભાવભરી વિદાય આપવામાં આવશે.વધુ માં ૩૬ માં સમૂહ લગ્નોત્‍સવના કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અરવિંદભાઈ મારડિયા, શાંતાબેનᅠ બેસ,ᅠ કમલેશભાઈ પંડ્‍યા, મનીષભાઈ લોઢીયા, અલ્‍પેશભાઈ પરમાર, બટુક બાપુ, કે.એસ.પરમાર, કે.કે.ગોસાઈ, મનહર સિંહ ઝાલા, પ્રવીણભાઈ જોશી, મનોજભાઈ રાજા, મુળુભાઇ જોગલ, મુકેશગિરી મેઘનાથી, કેતનભાઇ નાંઢા.તેમજ સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.તેમજ લોકો અને દાતાઓ તરફથી પણ સારો સહકાર મળી રહ્યો છે.તેમ મનસુખભાઈ વાજાએ જણાવ્‍યું હતું.

 

(10:53 am IST)