Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મોરબીમાં સંજયકુમાર પાસવાનને ૩ શખ્સોને છરી ઝીંકી રોકડ અને મોબાઇલ લુંટી લીધા

રસ્તો પુછતાને બહાને લુંટ કરીઃ જીગો, રંજો અને ગાંગુલી સામે પોલસમાં ફરીયાદ

મોરબી,તા.૨૯: મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કોલસાના ડેલામાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતા યુવાનને ત્રણ શખ્સોએ છરીની ઝીંકી લુટી લીધો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે

મળતી વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ હરીકોલ કોલસાના ડેલામાં રહેતો સંજયકુમાર સુરેશભાઈ પાસવાન લખધીરપુર રોડ પરથી જતો હોય દરમિયાન આરોપી ગાંગુલી, જીગો અને રંજોએ ઇકો કાર જીજે ૩૬ એલ ૬૭૪૪ વાળીમાં આવી રોકી ધુટુ જવાના રસ્તા અંગે પૂછી લુંટઙ્ગ કરવાના ઈરાદે આરોપી જીગો અને રંજોએ પકડી રાખી ઢીકાપાટુંનો માર મારી આરોપી ગાંગુલીએ ભય બતાવી છરી વતી ડાબી બાજુ પેટમાં તથા ડાબા પગના સાથળમાં બે દ્યા મારી ફરિયાદી સજંયકુમારના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૨૦૦૦ તથા રેડમી કંપનીનો કળા કલરનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૭૦૦૦ની લુટ કરી ઇકો કારમાં નાશી ગયા હોવાની ફરિયાદ સંજયકુમાર મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

(3:35 pm IST)