Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જામનગરમાં આણંદાબાવા સેવા સંસ્થા દ્વારા યોજાયેલા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં ૧૦૮ યુગલો પ્રભુતામાં પગલાં પાડશે

જામનગરમાં આગામી ૭ફેબ્રુઆરી,૨૦૨૦ના યોજાનાર સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અંગે આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ અને ટ્રસ્ટીઓએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી આ ઉપરાંત સમૂહ લગ્નોત્સવ માટે ચાલી રહેલ તડામાર તૈયારીઓ તસવીરમાં દ્રષ્ટિગોચર થાય છે.(તસવીરઃકિંજલ કારસરીયા,જામનગર)(૨૨.૨૫)

જામનગર તા.૨૯: જામનગરની આણદાબાવા સેવા સંસ્થા દ્વારા આગામી તારીખ ૭ ફેબ્રુઆરી ૨૦૨૦ ના ૧૪ માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૦૮ નવ દંપતીઓ લગ્નગ્રંથિથી જોડાશે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાના મહંત પૂજયઙ્ગ દેવપ્રસાદજી મહારાજ એ જણાવ્યું હતું કે, કેતનભાઇ આર કોટેચા અને દીપતિબેન કેતનભાઇ કોટેચા દ્વારા સમૂહ લગ્ન માટે સહયોગ આપવામાં આવી રહ્યો છે.અને મુખ્ય યજમાન દાતા બન્યા છે. આ સમૂહ લગ્નના અનુસંધાને તારીખ ૫ ફેબ્રુઆરીના રાત્રે ૮ વાગ્યે ગુજરાતના સુપ્રસિદ્ઘ કલાકાર ઓસમાણ મીર ના લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે . આ સમૂહ લગ્નમાં ૨૩ જ્ઞાતિઓ તથા ૩૫ ગામ ના લોકો જોડાનાર છે.

જામનગરમાં ૧૦૮ નવદંપતીઓનાઙ્ગ પરિવારને પ્રત્યેક પરિવાર દીઠ ૨૫ માણસોની ભોજન વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ગોર મહારાજ, પૂજાપો કુલહારની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવનાર છે. તમામ દીકરીઓને આણંદાબાવા સેવા સંસ્થા દ્વારા કરીયાવર પણ આપવામાં આવનાર છે. જેમાં સોનાના દ્યરેણા, કપળા, ઉપરાંત રાસોડા ની સામગ્રીનો સમાવેશ થાય છે.૧૯૯૧માં પ્રથમ વખત સમૂહ લગ્ન યોજાયા હતા. અને અત્યાર સુધીમાંઙ્ગ આણંદાબાવા સેવા સંસ્થા દ્વારા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં ૨૩૮૭ યુગલો લગ્નગ્રંથી જોડાઇ ચૂકયા છે.

આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં મળેલી પત્રકાર પરિષદમાં સંસ્થાના ટ્રસ્ટીઓ જેન્તીભાઈ અડાલજ ,ઉદયભાઇ ત્રિવેદી ,મનસુખભાઈ પટેલ કિશોરભાઇ સંદ્યાણી, જયસુખભાઇ પારેખ, મનોજભાઈ અમલાણી, ધીરેનભાઈ મોનાણી જામનગર સોની સમાજ સેવા મંડળના પ્રતિનિધિઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(1:36 pm IST)