Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ચીનમાં કોરોના વાયરસથી સૌરાષ્ટ્રના વેપાર -ઉદ્યોગને માઠી અસર પહોંચી : પોર્ટ ઉપર કરોડોનો માલ ફસાયો

સૌથી વધુ અસર મોરબીમાં સિરામિક અને ટાઇલ્સની ફેક્ટરી ઉપર પડશે: કોટન માર્કેટ પણ કોરોના વાયરસની ઝપેટમાં

રાજકોટ : ચીનમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે તેની સીધી અસર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ-અલગ ઉદ્યોગો પર જોવા મળી રહી છે. ખાસ કરીને રાજકોટમાં જે ઉદ્યોગો ચાલી રહ્યા છે તેમાં મોટાભાગના ઉદ્યોગોનું સીધું કે આડકતરું કનેક્શન ચીન સાથે જોડાયેલું છે. રાજકોટમાં મુખ્યત્વે કોટનની નિકાસ થાય છે અને રાઉન્ડ બ્રાર તથા મશીનરીની આયાત કરવામાં આવે છે.

 


હાલ આયાત નિકાસકરો થોભો અને રાહ જુઓની પરિસ્થિતિમાં આવી ચૂક્યા છે. બીજી તરફ રાજકોટમાંથી અંદાજે 60 થી 70 લાખ ગાંસડી કોટનની નિકાસ ચીનમાં થાય છે. આ વર્ષે સારો વરસાદ થવાના કારણે કોટનનું ઉત્પાદન સારું થયું છે. જેથી ચીનની માંગ પણ સારી છે. ત્યારે કોટન માર્કેટ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યું છે .

 

(12:25 pm IST)