Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

હળવદમાં બે વર્ષની મદીના રમતાં-રમતાં પાટા પર પહોંચી ગઇ, ટ્રેનની ઠોકરે મોત

મોટી બહેન સાથે રમતી-રમતી છુટી પડી ગઇ અને મોત મળ્યું: પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૯: હળવદમાં બે માસુમ બહેનો રમતી-રમતી ઘર નજીક ગાડીના પાટા પાસે જતી રહેતાં અને બે વર્ષની નાની બહેન છુટી પડી જઇ પાટા પર પહોચી જતાં તે વખતે જ ટ્રેન આવી જતાં ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ હળવદમાં ઢોળા વિસ્તારમાં રહેતાં યાસીનભાઇ કટીયાની બે દિકરીઓ મદીના (ઉ.વ.૨) અને તેની મોટી બહેન ગઇકાલે બપોરે રમતી-રમતી ઘર નજીક રેલ્વેના પાટા પાસે જતી રહી હતી. ત્યાંથી મોટી બહેનનું ધ્યાન ન રહેતાં નાની મદીના પાટા પર જઇ રમવા માંડી હતી. તે વખતે જ ટ્રેન આવી જતાં ઠોકર લાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે હળવદ, સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ કાગળો કરી હળવદ પોલીસને મોકલ્યા છે.

ડુંગરપુરના મંગાભાઇ કોળીને અજાણ્યા શખ્સે માર માર્યો

હળવદના ડુંગરપુરમાં રહેતાં મંગાભાઇ ભગવાનભાઇ મહારૂકીયા (કોળી) (ઉ.૬૫) ગામમાં વાડી નજીક ઢાળ પર કામ કરતાં હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં.

(12:19 pm IST)