Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

તળાજામાં ટાબરીયાઓ પણ ચોરીના રવાડે!

તિલકચોકમાં આવેલ બંધ દુકાનેથી પાન માવા ચોરતા કેમેરામાં કેદ

ભાવનગર,ઙ્ગતા.૨૯: તળાજામાં ઘરફોડ, દુકાનોમાં ચોરી, બાઈક ચોરી અને વાહનોમાંથી ઇંધણ, બેટરીઓની ચોરી આમ બાબત બની છે. ત્યારે હવે ટાબરીયાઓ બંધ દુકાન બહાર ગ્રાહકોની સૂચના મુજબ રાખવામાં આવેલ પાન માવા પણ ચોરાઈ જવા લાગ્યા છે.

તળાજા ઉઠાવગીરો અને તસ્કરો માટે મોકળું મેદાન છે. ચિતા ની વાત એ છેકે અહીં ટીનેજરો, ટાબરીયાઓ પણ નાની મોટી ચોરી,ચપાટી ના રવાડે ચડ્યા છે.જેના કારણે બાઈક સહિતના નનામોટા વાહનો માંથી પેટ્રોલ ચોરાવવું, બેટરીની ઉઠાંતરીનીં ફરિયાદ વારંવાર ઉઠવા પામે છે.ખાસ કરીને ફળિયા કે બહાર રોડપર પાર્ક કરેલ બાઈક માંથી મોટા ભાગે પેટ્રોલની ચોરી થાય છે.

આ ચિંતાજનક બાબત છે જ ત્યાં  તળાજા ના તિલક ચોક વિસ્તાર માં આવેલ એક પાનની દુકાન ના વેપારી દ્વારા રવિવારે બપોરે દુકાન બંધ કરીને ને ગ્રાહકો ના પાન માવા દુકાન ના શટર માં સંતાડેલા હતા. જે ગ્રાહકના હોય તે લઈ લેતા. આ સિલસીલાની ટાબરીયાઓ ને ખબર પડતાં છેલા બે રવિવારથી વેપારીએ મુકેલ પાન માવા કોઈ ચોરી જતું હતું.તે સીસીટીવી કેમેરા માં ચેક કરતા લાલ સાયકલ લઈને આવતા બે ટાબરીયાઓ હાથફેરો કરી જતા કેમેરામાં કેદ થયા હતા.

કેમેરામાં કેદ થયેલ પાન માવા ચોરીને લઈ વેપારી વર્ગમાં એવી ચર્ચા છે કે આજે નાની ચોરીથી શરૂઆત કરી છે.ભવિષ્યમાં મોટો હાથ મારવાની કોશિશ કરે. વાલીઓએ પણ પોતાના સંતાનો અવળે માર્ગ જતા નથી તેનો ખ્યાલ રાખવો રહ્યો.

(12:19 pm IST)