Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

તળાજાના નાની માંડવાળીના ખેડૂતોની ચીમકી : પાણી આપો નહિતર ભૂખ હડતાળ

ભાવનગર તા. ૨૯ :  તળાજા ના નાની માંડવાળી ગામના આગેવાનો ખેડૂતો એ કેનાલ વાટે શિહોર નજીક આવેલ થોરાળી ડેમમાંથી સિંચાઈ નું પાણી મળી રહે તે માટે કલેકટર સહિત સંબધિત અધિકારી ને પત્ર પાઠવેલ છે. જેમાં ચીમકી ઉચ્ચારી છેકે પાણી નહિ મળે તો કલેકટર કચેરી બહાર સાત દિવસ બાદ આમરણ ઉપવાસ કરવામાં આવશે.

શિહોર નજીક આવેલ થોરાળી ડેમમાંથી ગામના ખેૂડતો નેસિંચાઈ નું પાણી મળી રહે તે માટે કેનાલ બનાવવા માં આવી છે.સાત કિલોમીટર ની આ કેનાલ મરામત ના અભાવે અત્યારે નામ શેષ જેવી થઈ ગઈ છે. વર્તમાન સમયે ખેૂડતોને સિંચાઈના પાણી ની તાતી જરૂર છે.  જેને લઈ ખેડૂતો ગામના આગેવાનો સિંચાઈ વિભાગ પાસે જાય છેતો તોછડાઈ ભર્યા જવાબો આપે છે.

ગામના સરપંચ એ નાયબ ઈજનેર ના વર્તન ની ફરિયાદ અને સિંચાઈ ના પાણી ની માંગણી માટે કલેકટર સહિત સંબધિત વિભાગને રૂબરૂ મળી પત્ર પાઠવેલ છે.જેમાં સાત દિવસમાં કેનાલ રીપેરીંગ કરી સિંચાઈનું પાણી આપવામાં આવે.જો તેમ નહિ થાય તો લોકો આંદોલન કરશે.

(12:18 pm IST)