Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

પ્રમુખ પાસે માણાવદર પાલિકાની રીકવીઝેશન મિટીંગ બોલાવવાની માંગણી કરતા નવાજુનીના એંધાણ

પ્રધાન સાથે જોડાયેલા ભાજપના જ સભ્યોએ ઈન્ચાર્જ

માણાવદર તા. ૨૯: માણાવદર પાલિકામાં થોડા દિવસ પહેલા જ કલેકટર ને નિર્મળસિંહ ચુડાસમાએ ફરજ મોકુફ રખાયા હોઇ પ્રમુખપદ ઉપરથી રાજીનામુ આપી દીધુ પરંતુ રાજીનામુ કંજુર કરવામાં રાહ કોની જોવાય છે. તેની ઠેર ઠેર ચર્ચા થઇ રહી છે. હજી રાજીનામુ પ્રકરણ પુરૂ નથી થયુ ત્યાં પાલીકાના મુળ કોંગ્રેસી અને ભાજપ સાથે પક્ષ પલ્ટો કરી ભાજપમાં કેબીનેટ મંત્રી સાથે જોડાયા તેવા ૧૧ સભ્યો એ એક લેખિત સહિ સાથે પત્ર હાલના ઈન્ચાર્જ પ્રમુખશ્રીને સંબોધી તાત્કાલીક  રીકવીઝેશન બેઠક બોલાવવાની માંગણી ખળભળાટ મચાવી દીધો છે.

જેમાં લખેલ છે કે ન.પા.ની. જાહેર નિવિદા ૬૮૪ ઋણ કામો ઈ- ટેન્ડરીંગથી ભાવો મંગાવવામાં રજુ થયેલા ટેન્ડર ન.પા માટે ફાયદા કારક હતા. છતા કોઇપણ કારણવગર કારોબારી સમિતીએ ટેન્ડર નામંજુર કરેલ છે. જેથી ફરીથી જાહેર નિવિદા આપવાનો પ્રશ્ન ઉભો થયેલ છે. આથી ન.પા. ને થયેલ ખર્ચ માટે જવાબદાર કોણ ? વિગેરે બાબતે ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવા બાબત ૨) ન.પા. માણાવદર ની જાહેર નિવિદા ઓ.થ.નં. ૧૦૫૬ તા. ૨૬/૧૨ ત્રણ કામો માટે ઈ-ટેન્ડરીંગ થી ભાવો મંગાવવામાં આવેલ હતા. જે છેલ્લી ઘડી એન.પા.ના જાહેર નિવીદાઓ નીવકનં-૩૮ તા. ૮/૧થી કોઇપણ કારણવગર રદ કરવામાં આવેલ છે. તેથી ફરીથી જાહેર નિવીદા આપવાનો પ્રશ્ન ઉભો થયેલ છે. જે ખર્ચ અંગે જવાબદારી કોની?

નગરપાલીકાના ઈન્ચાર્જ પ્રમુખ નિર્ણયો કરી રહેલ છે. તેથી ઈન્ચાર્જ પ્રમુખના નિર્ણયને જનરલ બોર્ડમાં બહાલી મળી શકે એમ નથી. તેથી ઈન્ચાર્જ પ્રમુખ કોઇ નિર્ણયો કરે નહી આવશ્યક સેવાઓ સિવાય કોઇ ખર્ચે કરે નહી તેમજ ઈન્ચાર્જ પ્રમુખ એ કરવાના ખર્ચની મર્યાદા નક્કી કરવા તેમજ જનરલ બોર્ડની પૂર્વ મંજુરી સિવાય આવશ્યક સેવા સિવાય કોઇ ખર્ચ કરે નહી તેવી ચર્ચા વિચારણા કરવા તાત્કાલીક રિકવીઝેશન બોલાવવાની માંગણી કરેલ છે.

ફરી રિકવીઝેશન બેઠકની માંગણી તો કરાય છે. પરંતુ તે માટે સ્પષ્ટ બહુમતી છે ખરી ? કેમ કે ૧૫ સભ્યોમાંથી પોતાના જ ૪ સભ્યોએ આ માંગણીપત્રમાં સહીઓ નથી કરી એટલે કે  તેની સાથે નથી તે સ્પષ્ટપણે  જોઇ શકાય છે ત્યારે હમણા જ બહુમતીથી  પાલિકાના કોન્ટ્રાકટ બહુમતીથી ઠરાવ કરી રદ કરાયેલ છે. ત્યારે જોવુ રહ્યુ શુ થાય છે

(12:17 pm IST)