Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જેતલસર-જંકશનની શાળાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

જેતલસરઃજેતલસર ગામના પીડીબી કેમ્પસમાં ૭૧મું પ્રજાસત્ત્।ાક પર્વ નિમિત્ત્।ે શાળા પરિવારનો સ્ટાફ અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા. શાળાના તેજસ્વી વિદ્યાર્થી પ્રિતેશ વાઢેરના હસ્તે ધ્વજવંદન કરાયા બાદ પ્રસંગોચિત વકતવ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ સિવાય જેતલસર પંથકના ડેડરવા, આરબટીમ્બડી, રૂપાવટી, બાવાપીપળીયા, નવી-જૂની સાંકળી, પીપળવા, અકાળા વિગેરે ગામોની શાળામાં પંચાયતસૂત્રોની હાજરી વચ્ચે પ્રજાસતાક પર્વ ઉજવાયું હતું. જેતલસર જંકશનમાં આવેલી સત્યમ પ્રાથમિક અને માધ્યમિક શાળાંમાં ધો.૧૦દ્ગક છાત્રા ઉર્મિલા સુરેશભાઈ સોલંકીના હસ્તે ધ્વજવંદન થયું હતું. બાદમાં શાળાના શિક્ષકો દ્વારા પ્રસંગોચિત વકતવ્યો અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ કુલદીપ જે.જોશી.જેતલસર)

(12:10 pm IST)