Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સોરઠને લાંબા અંતરની ટ્રેનો ફાળવવા સોરઠ રેલ્વે હિતરક્ષક સમિતિની રેલ્વે સમક્ષ રજૂઆત

સોરઠમાં ગરળો ગીરનાર પ્રથમ જયોતિર્લિંગ ગીર જંગલ સિંહદર્શન-સફારી પાર્ક-નાગવાબીચ-કનકાઇના જંગલ જેવા અનેક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ફરવા લાયક સ્થળો હોય પ્રવાસીઓની સુવિધા વધારવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઇ : લાંબા અંતરની ટ્રેનો સોમનાથ સુધી લંબાવવા પણ રજૂઆત

 માળીયાહાટીના તા.૨૯: ઘણા જ લાંબા સમયથી રેલવે વિભાગ દ્વારા સોરઠને હળાહળ અન્ય અન્યાય જ થાય છે.

સોરઠનો ગરવો ગિરનાર બાર જયોતિલિંગ પૈકીનું પ્રથમ જયોતિલિંગ સોમનાથ એશિયાનું પ્રખ્યાત ગીરની જંગલ સિંહ, દર્શન માટેનું પ્રખ્યાત સફારી પાર્ક અને ગીરનું જંગલ તેમજ ફરવાલાયક સ્થળ, દીવ નાગવા બીચ કનકાઇનું જંગલ જેવા અનેક પ્રવાસના સ્થળો સોરઠમાં આવેલા છે તેમ છતાં પણ રેલવેની ખુબ જ અપુરતી સુવિધા છે.

આ સ્થળોએ આવવા કે જવા રેલવેની કોઇ સુવિધા નથી. આ સ્થળોએ દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. જો સોમનાથ સુધી લાંબા અંતરની ટ્રેનો શરૂ થઇ તો હજારો મુસાફરો આવા સ્થળોનો લાભ લઇ શકે એમ છે. પણ રેલવે દ્વારા સોમનાથ સુધીની કોઇ પણ લાંબા અંતરની કોઇ પણ ટ્રેનની સુવિધા નથી.

આ અંગે સોરઠ રેલવે પેસેંજર હીત રક્ષક સમિતિના આગેવાનો મહેશભાઇ કાનાબાર અને મહેન્દ્રભાઇ ગાંધીએ રેલવે વિભાગને લેખિત પત્ર પાઠવી આ વખતના બજેટના સોરઠને લાંબા અંતરની ટ્રેનો આપવા રજૂઆત કરી છે.

જેમાં મુખ્યત્વે ૧. સોમનાથ, હરિદ્વાર ૨. સોમનાથ હૈદ્રાબાદ ૩. સોમનાથ, બોમ્બે, ૪.સોમનાથ, બેંગલોર પ.સોમનાથ, નાગપુર ૬. સોમનાથ, કલકત્તા સહિતની અનેક ટ્રેનો સોરઠને આપવાની માંગણી કરી છે.

પત્રમાં એમ પણ જણાવ્યું છે કે ૧૫, ૧૫ વર્ષથી સોમનાથ સુધી બ્રોણેજ લાઇન, થઇ ગઇ છે. છતાં પણ રેલવે વિભાગ દ્વારા હળાહળ અન્યાય થાય છે. જો સોરઠને લાંબા અંતરની ટ્રેન આપવામાં આવે તો રેલવેની ઘી કેળા જેવી અઢળક આવક થશે અને મુસાફરોને સગવડતા મળશે એમ મહેન્દ્રભાઇ ગાંધી અને મહેશ કાનાબાર દ્વારા રેલવેના જી એમ.ને અને રેલવે મંત્રીને પત્ર પરથી આ વખતના બજેટમાં સોરઠને લાંબા અંતરની ટ્રેઇન આપવા માંગણી કરી છે તેમ મહેશ કાનાબારની એક યાદીમાં જણાવાયું છે.

(10:20 am IST)