Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

મોરબીમાં ટ્રેનની ઠોકરે અકસ્માતમાં ઘવાયેલ પટેલ યુવાન સારવાર દરમિયાન કરૂણમોત

ચાર દિવસની સારવાર કારગત નહીં નીવડતા પરિવારમાં શોકની લાગણી

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે યુવાન ટ્રેનની ઠોકરે ચડી જતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને પ્રાથમિક આપ્યા બાદ સારવાર આપ્યા બાદ રાજકોટ ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

બનાવની મળતી માહિતી મુજબ માળિયાના સરવડનો રહેવાસી વિપુલ મગનભાઈ શેરશીયા (ઉ.વ.૩૭) નામનો યુવાન મોરબીમાં સિરામિક ફેકટરીમાં નોકરી કરતો તે પોતાના મિત્રની કારમાંથી ઉતરી અને પગપાળા નટરાજ ફાટક ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રેનની ઠોકરે ચડી જતા યુવાન ગંભીર રીતે ઘાયલ થતા પેહલા મોરબી અને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો

  બનાવ અંગે રેલ્વે પોલીસના સુત્રોંમાંથી મળતી માહિતી મુજબ યુવાને માથે ટોપી પહેરી હોય જેથી ટ્રેનનો અવાજ સંભળાયો ના હોય તેવું લાગી રહ્યું હતું અને લગભગ ચાર દિવસ ની સારવાર કારગત ન નીવડતા તેનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે

 

(1:09 am IST)
  • પંચમહાલ જિલ્લામાં 144ની કલમ લાગુ : તા. 28 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી 144ની કલમ લાગુ કરાઈ: આંદોલનો અને દેખાવોના કાર્યક્રમોને લઈને 144 કલમ લગાવી access_time 9:52 pm IST

  • નિર્ભયા કેસ : દોષિત મુકેશનો આરોપ : જેલમાં અક્ષય સાથે ''સંબંધ'' બાંધવા મને મજબુર કરાયો : જેલમાં ફરજીયાત સેકસ કરાવાયું અને તે પણ અન્ય દોષિત સાથે access_time 4:56 pm IST

  • કાલાવડ રોડ, અરવિંદભાઈ મણિયાર કવાર્ટર રી ડેવલપમેન્ટ યોજના સામે રહેવાસીઓએ હાઈકોર્ટમાં કરેલી અરજી કાઢી નખાઈ : કવાર્ટર ધારકોએ હવે ઉપલી બેચમાં અરજી કરવાનો નિર્ણય લીધો છે જેની સામે મ્યુ. કોર્પોરેશને કેવીયેટ દાખલ કરી છે : આ પ્રકરણની સુનાવણી ૪ ફેબ્રુઆરીએ થશે access_time 3:44 pm IST