Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મોરબીમાં ૨૮ સ્થાનો પર પોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાશે

૨૪ જિલ્લા પંચાયત બેઠક અને ૪ નગરપાલીકામાં કાર્યક્રમો થશે

મોરબી :ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૦૨૨ હેઠળ મોરબી જિલ્લામાં તારીખ ૩૦થી તારીખ ૧ સુધી ૨૪ જિલ્લા પંચાયત સીટ અને ચાર નગરપાલિકા એમ કુલ ૨૮ કાર્યક્રમો નું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન માટે લાઇઝન અધિકારી તેમજ અધિકારીઓને પણ નિમણૂક કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન બાળક તંદુરસ્ત હરીફાઈ, વાનગી હરીફાઈ, પોષણ અદાલત, પોષણ ફીલ્મી દર્શન તેમજ સન્માનપત્ર અર્પણ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

  જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાએ પોષણ અભિયાન થકી મજબૂત અને સશકત મોરબી જિલ્લાનું નિર્માણ કરવા નેમ વ્યક્ત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લા પંચાયતની બેઠક દિઠ અભિયાનના કાર્યક્રમો યોજવાનો નિર્ધાર કર્યા બાદ મોરબી જિલ્લામાં ૨૪ જિલ્લા પંચાયતની બેઠક તેમજ 4 નગરપાલિકામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સહી પોષણ દેશ રોશન ને ચરિતાર્થ કરવા માટે મોરબી જિલ્લો પાછી પાની નહીં કરે અને કિશોરી, સગર્ભા માતા, ધાત્રી માતા, બાળક એમ તમામ સ્તરે પોષણ મળી રહે તે માટે આ યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે.

-- 

(1:06 am IST)