Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

પાલીતાણા પાલિકાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય : પિતાની બેઠક પુત્રએ જાળવી રાખી

ભાવનગર, તા. ર૯ : ભાવનગર જીલ્લાની પાલીતાણા નગરપાલિકાના વોર્ડ નં.૩ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે.

પાલીતાણા નગરપાલિકાના વોર્ડ નં.૩ની એક બેઠક ખાલી થતા તેની પેટાચૂંટણી યોજાઇ હતી જેની આજે મતગણતરી થતાં કોંગ્રેસના ઉમેદવાર અનવરભાઇ મહંમદભાઇ કાજીનો ર૭૬ મતે વિજય થયો છે. કોંગ્રેસ છાવણીમાં આ પરિણામથી હર્ષની લાગણી ફેલાઇ છે.

આ વોર્ડમાં અગાઉ સી.પી.એમ.ના મહંમદભાઇ કાજી ચૂંટાયા હતા, પરંતુ તેને ત્રણ સંતાનો હોય તે ગેરલાયક ઠર્યા હતાં અને બેઠક ખાલી થતાં પેટાચૂંટણી આવી હતી. આ પેટાચૂંટણીમાં મંહમદભાઇના પુત્ર અનવરભાઇએ કોંગ્રેસમાંથી ઝંપલાવી વિજય મેળવ્યો છે. આમ પિતાની બેઠક પુત્રએ જાળવી રાખી છે.

(3:32 pm IST)