Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

ભાવનગરના રઘોળા ગામની પરિણીતાને આપઘાતની ફરજ પાડવા અંગે પકડાયેલ સાસુ-સસરાને ૫ વર્ષની સજા

ભાવનાગર તા ૨૯ : દોઢ વર્ષ પૂર્વે ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે પરિણિતાને મરવા મજબુર કરવાના ગુનામાં સાસુ અન ેસસરા સામેનો કેસ ભાવનગરના  પ્રિન્સિપાલ સેસન્સ જજ શુભદ્રાબેન  બક્ષીની અદાલતમાં  ચાલી જતા, અદાલતે  સરકારી વકીલ  વિપુલ દેવમુરારીની દલીલો, આધાર પુરાવા, વિગેરે ધ્યાનમા ંલઇ આરોપી સાસુ અન ેસસરા ને જુદી જુદી કલમો હેઠળ તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સજા અને બન્નેને રૂા  ૬ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો.

પ્રાપ્ત  વિગતો મુજબ આ કામના ફરીયાદી છનાભાઇ બચુભાઇ વાઘેલા જાતે  દે.પુ. (ઉ.ૈેવ.૪૩, ધ઼ધો ખેત મજુરી, રહે. સીતારામ નગરની બાજુમાં   દેવીપુજકવાસ, ઉમરાળા)  એ ઉમરાળા  પોલીસ મથકમાં જે ત ેસમયે એવા મતલબની પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે, તેમની દિકરી રૂપાબેનના લગ્ન સમાજના રીતરીવાજ મુજબ ત્રણ વર્ષ પૂર્વે રંઘોળા ગામે રહેતા તેમના સગાબહેન લાભુબેન કાળુભાઇ ધોળકીયાના દિકરા કિશનભાઇ સાથે જ્ઞાતીના  રીતરિવાજ મુજબ થયેલા.

લગ્ન સમય દરમ્યાન  રૂપાબેનને દોઢ વર્ષનું માસુમ બાળક છે. રૂપાબેનના  લગ્ન બાદ થોડા સમયે રૂપાબેનને તેના સાસુ લાભુબેન, તથા સસરા કાળુભાઇ રાયમલભાઇ ધોળકીયા તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર (દિયર)  અન ેકિશોરી (દેરાણી) સહિતનાઓએ એક સંપ કરી  ઇરાદાપૂર્વક રૂપાબેનને મેણાટોણા મારી શારીરીક અને માનસીક ત્રાસ તથા ગુજરનાર રૂપાબેનને ક્રુરતાનો  ભોગ બનાવી મરી જવા  દુષ્પ્રેરણા (મરવા મજબુર) કરતા હોવાના કારણે કંટાળી જઇ ગુજરનાર રૂપાબેેને  રંઘોળા મુકામ  ઉકત આરોપીઓના ઘરે ગત તા. ૧૪/૯/૧૭ ના રોજ સાંજના  સમયે પોતાની જાતે શરીર ઉપર કેરોસીન છાંટી સળગી જઇ આત્મહત્યા કરી મરણ ગયેલ.

આ બનાવ અંગે ફરીયાદી છનાભાઇ બચુભાઇએ જે તે સમયેે ઉમરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ઉકત આરોપીઓ  વિરૂધ્ધમાં ઇપીકો કલમ ૪૯૮(ક) , ૩૦૬, ૧૧૪ મુજબનો ગુનો નોધ્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના સેશન્સ જજ શુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, લેખિત પુરાવા-૨૬, મૌખિક પુરાવા-૮ વિગેરે ધ્યાને લઇ મુખ્ય આરોપી કાળુભાઇ રાયમલભાઇ ધોળકિયા (સસરા) તથા લાભુબેન કાળુભાઇ ધોળકિયા (સાસુ), આ ગુનાના કામે તક્સીરવાન ઠરાવવામાં આવેલ, બન્ને આરોપીઓને ઇપીકો કલમ ૩૦૬, ૧૧૪ મુજબના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ. પાંચ હજારનો દંડ, જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ એક માસની સજા, ઇપીકો કલમ ૪૯૮(ક) સાથે વાંચતા કલમ ૧૧૪ મુજબના ગુનામાં એક વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧ હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ પંદર દિવસની સજાનો હુકમ કર્યો હતો.

(11:50 am IST)