Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

ઠંડીમાં ઠુંઠવાતા સૌરાષ્ટ્ર-કચ્છ ગિરનાર-૭, નલીયા-૭.૧ ડીગ્રી

ઠંડા પવનનું જોર યથાવત : આખો દિવસ શિયાળાનો માહોલ : લઘુતમ તાપમાનનો પારો ગગડયો

રાજકોટ, તા. ર૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બર્ફિલા પવન સાથે ઠંડીનું જોર યથાવત છે અને ઠંડીમાં લોકો ઠુંઠવાઇ રહ્યા છે. લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરતા કડકડતી ઠંડીનો લોકો સામનો કરી રહ્યા છે.

આખો દિવસ ઠંડીની અસર બરકરાર રહે છે. આજે પણ ગિરનાર પર્વત ઉપર ૭ ડીગ્રી, નલીયા-૭.૧, રાજકોટ-જામનગર-૧૧.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

જુનાગઢ : સોરઠમાં આજે ઠંડીનો ચમકારો રહ્યો છે. ગિરનાર ખાતે ૭ ડીગ્રી ઠંડી નોંધાઇ છે.

ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧પ ડીગ્રી રહ્યા બાદ આજે ત્રણ ડીગ્રી તાપમાન ધરીને ૧ર ડીગ્રી નોંધાતા જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ઠંડી અનુભવાઇ હતી.

ગિરનાર પર્વત પર આજનું તાપમાન ૭ ડીગ્રી રહ્યું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૦ ટકા રહ્યું હતું.

૬.૯ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા વાતાવરણ બર્ફીલુ રહ્યું હતું.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન મહતમ-ર૪, લઘુતર-૧૧.પ, ભેજ-૪૪% પવન ૯.ર પ્રતિ કલાક પવન છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૭.૧ ડીગ્રી

જુનાગઢ

૧ર.૧ ''

અમદાવાદ

૯.૬ ''

ડીસા

૭.ર ''

વડોદરા

૯.૦ ''

જામનગર

૧૧.પ ''

રાજકોટ

૧૧.પ ''

ભાવનગર

૧ર.૬ ''

પોરબંદર

૧૪.પ ''

વેરાવળ

૧૩.૪ ''

દ્વારકા

૧૪.૦ ''

ઓખા

૧૯.ર ''

ભુજ

૧૧.૪ ''

નલીયા

૭.૧ ''

સુરેન્દ્રનગર

૧૦.૩ ''

ન્યુ કંડલા

૧૧.૮ ''

કંડલા એરપોર્ટ

૮.૭ ''

અમરેલી

૧૦.૪ ''

ગાંધીનગર

૮.પ ''

મહુવા

૧ર.ર ''

દીવ

૧ર.૩ ''

વલસાડ

  ૮.૬ ''

વલ્લભ વિદ્યાનગર

  ૯.૧ ''

(11:46 am IST)