Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

કસ્ટમ ડે ના મદહોશ બનેલ કસ્ટમનો એએસઆઇ પોતાની કારમાં રસ્તા વચ્ચે ઢળી પડતા ચકચાર

ટ્રાફીક જામ થતા મચેલ હોહા બાદ પહોંચેલ ભુજ બી ડીવીઝન પોલીસે એએસઆઇની કરી ધરપકડ

ભુજ તા. ર૯ : પ્રજાસતાક દિનની ઉજવણી પૂર્ણ થયા બાદ પ્રથમ જ વાર આ વખતે 'કસ્ટમ ડે'ની ઉજવણી કરાઇ હતી કચ્છમાં એક બાજુ કસ્ટમ ડે ઉજવાઇ રહ્યો હતો બીજી બાજુ સરહદના સેત્રી સમાન જ કસ્ટમનો આસી.સબ ઇન્સ.(એએસઆઇ)  ભુજના જાહેર ટ્રાફીક સર્કલ ઉપર નશાની હાલત વચ્ચે પોતાની કારમાંજ મદહોશ થઇને ઢળી પડયો હતો ટ્રાફીક સર્કલ ઉપર મુખ્યમાર્ગ વચ્ચે જ આ એએસઆઇ કક્ષાના અધીકારીની કાર અટકી જતા ટ્રાફીક અવરોધાયો હતો. સાથે સાથે લોકો એકઠા થઇ ગયા હતા. અંતે ભુજ બી ડીવી પોલીસે જાહેર રસ્તા ઉપર નશામાં છુત બનીને કાર ચલાવનારા  ઓફીસરની મદહોશની હાલતમાં ધરપકડ કરી હતી આ ઘટનાએ કસ્ટમતંત્ર સહીત લોકોમાં ચકચાર સર્જી છે.

(11:51 am IST)