Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

શ્રી રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંક લી.ની જામકંડોરણા મેઈન શાખાનો નવીનીકરણ કરેલા “વિઠ્ઠલભાઈ રાદડીયા ભવન”મા શુભારંભ કરાવતા યુવા મંત્રી અને બેંકના ચેરમેન જયેશ રાદડીયા.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: જામકંડોરણા શહેર ખાતેની શ્રી રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંક લી.ની જામકંડોરણા મેઈન શાખાનો નવીનીકરણ કરેલા “વિઠ્ઠલભાઈ રાદડીયા ભવન”મા શુભારંભ યુવા મંત્રી અને બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ કરાવ્યો હતો .
 જામ કંડોરણા ખાતે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્ક ના ભવન નો રીનોવેશન કરી બેંકનું નામ કરણ સાથે વિઠ્ઠલભાઈ રાદડિયા ભવન ને રાજ્યના કેબિનેટ મંત્રી અને ડિસ્ટ્રીક બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું

 આ પ્રસંગે રાજકોટ ડિસટીક બેન્ક ના જનરલ મેનેજર વી એમ સખીયા રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા જસમતભાઈ કોયાણી શહેર ભાજપના પ્રમુખ ચંદુભાઇ ચૌહાણ જામકંડોરણા યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર ચીમન ભાઈ પાનસુરીયા કનકસિંહ જાડેજા વિપુલભાઈ બાલધા ગૌતમ વ્યાસ વગેરે મહાનુભાવો તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક લિમિટેડ શાખાના અધિકારીગણ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(6:46 pm IST)