Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહના જન્મદિને મહારકતદાન શિબીર

વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્રના જન્મદિને અંદાજે ૧૨ હજાર થેલેસેમીયા પિડીત બાળકોને રકત અપાશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૮ :  ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાનાં પુત્ર જયોતિરાદિત્યસિંહ (ગણેશભાઇ) જાડેજાનાં જન્મદિવસ પ્રસંગે તા. ૧-૧-ર૦ર૧ શુક્રવારનાં ગોંડલ માર્કેટયાર્ડ ખાતે યુવા ભાજપ દ્વારા મતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું છે. ગ્રામ્યપંથકના એંસી ગામડા અને ગોંડલ શહેરી વિસ્તારમાં મહારકતદાન કેમ્પને લઇને કાર્યકરોમાં જબરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. શહેરનાં તમામ અગીયાર વોર્ડમાં પણ આગેવાનો અને કાર્યકરો રકતદાન કેમ્પમાં રકતદાતાઓને ઉલટી પડવા આહ્વાન કરી રહ્યા છે.

સામાન્ય રીતે જન્મદિવસમાં ભભકા અને દેખાડા થતાં હોય છે. પણ કોરોના કાળમાં લોકડાઉનમાં સમયમાં રકતની અછત થેલેસેમીયાગ્રસ્ત દર્દીઓની વારે આવી માનવીય અભિગમ અપનાવી મહારકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરી ઉમદા કાર્યમાં સૌને સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

ગોંડલ તાલુકામાં અંદાજે ૧ર હજાર જેટલા થેલેસેમિયા પીડીત બાળકો હોય લોકડાઉન દરમિયાન ગોંડલની બ્લડ બેન્કમાં બ્લડની અછત હોય આથી બાળકો ઉપરાંત પ્રસુતા મહિલા સહિતના રકત માટેના જરૂરીયાત મંદ દર્દીઓ રકત વગર ભારે પીડા વેઠી રહ્યા હોય આ વેદના ગણેશભાઇના ધ્યાને આવતા પોતાના જન્મ દિવસને લોકસેવા સાથે જોડી દઈ આ દિવસે રકતદાન કેમ્પનું આયોજન થાય તેવી લાગણી યુવા ભાજપ પાસે વ્યકત કરતા યુવા ભાજપની ટીમ દ્વારા આ સ્તુત્ય પગલાને વધાવી લઈ નોંધનીય આયોજન કરવામાં આવ્યુ છે.

(4:05 pm IST)