Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

જુનાગઢમાં દુષ્કર્મનો આરોપી પાડોશી ઝડપાયો

જુનાગઢ તા.ર૮ : સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ ધારાગઢ દરવાજા માત્રી મંદિર પાસે રહેતી અને મજુરી કામ કરતી મહિલાની એકલતાનો લાભ લઇ, પડોશમાં રહેતા આરોપી અલતાફભાઇ અનવરભાઇ મીઠાવાળાએ અવાર નવાર દુષ્કર્મ કરી મહિલા દ્વારા વિરોધ કરવામાં આવતા મહિલાના ઘર પાસે પડેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત રૂ.૪૦,૦૦૦ સળગાવી નાખવા અંગેનો ગુન્હો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી, એ ડીવીઝન પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.આર.ચાવડા તથા હે.કો. માલદેભાઇ, મોહસીનભાઇ, વિક્રમસિંહ, જીલુભાઇ, અનકભાઇ, દિનેશભાઇ, સહિતના સ્ટાફના માણસોની ટીમ દ્વારા મળેલ બાતમી આધારે આરોપી અલતાફભાઇ અનવરભાઇ મહીડા જાતે ઘાંચી ઉ.વ.ર૪ રહે. ધારાગઢ દરવાજા, ગેબનશા પીરની દરગાહ પાસે જુનાગઢને પકડી પાડી ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મજુરી કામ કરતો હોય, મહિલાના છોકરાઓને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કર્યા તથા મહિલાનું મોટર સાયકલ પણ બે ત્રણ દિવસ પહેલા રાત્રે સળગાવી નાખ્યાની આરોપી દ્વારા ગુન્હાની કબુલાત પણ કરવામાં આવેલ.

પકડાયેલ આરોપી આ સિવાય કોઇ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ ? એ બાબતે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી, વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(12:55 pm IST)