Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

સોમનાથ મંદિર ઉપર પ૩ સુવર્ણ કળશ ચડાવાયા

સોમનાથ મંદિર સુવર્ણ કળશ યોજના માં ૬૬ કળશો ચડાવાયા હતા. આજે વધારાના પ૩ સુવર્ણ કળશ ચડાવતા સોનાથી સોમનાથ મંદિર સુવર્ણથી જગમગી ઉઠેલ હતું. સોમનાથ ટ્રસ્ટ દ્રારા સોમનાથ મંદિર ઉપર સુવર્ણ કળશ ચડાવવા માટે વિશ્વભરના શિવભકતોમાં જાહેરાત કરાયેલ હતી તેને ખુબજ મોટો પ્રતિસાદ મળેલ હતો ૬ દિવસ પહેલા ૬૬ કળશ અનેક દાતાઓ દ્રારા મળેલ તેની પુજા કરી મંદિર ઉપર ચડાવવામાં આવેલ હતા. જયારે પ૩ કળશ રીલાયન્સ પરીવાર તથા નથવાણી પરીવાર દ્રારા નોધાવવામાં આવેલ હતા તે સુવર્ણ કળશની પુજા ધનરાજભાઈ નથવાણી દ્રારા કરાયેલ હતી અને તે પ૩ કળશો મંદિર ઉપર ચડાવવામાં આવેલ વિશાળ સોમનાથ મંદિરની ઉપર હજુ પણ વિશ્વભરમાંથી દાતાઓ દ્રારા સુવર્ણ કળશનું દાન અવરીત પણે મળી રહેલ છે જેથી સોમનાથ મંદિર સુવર્ણ કળશથી ઝગમગી ઉઠશે વિશ્વભરના દાતાઓ દ્રારા આવેલ દાન માટે ટ્રસ્ટી સચીવ પી.કે.લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્રારા અવીરત સુવર્ણ દાન માટે આભાર મનાયેલ હતો.(દિપક કક્કડ.વેરાવળ)

(12:55 pm IST)