Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

જુનાગઢમાં ચોરી અંગે ધોરાજીના બે શખ્સો ઝબ્બે

જુનાગઢ, તા. ર૮ : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પડવા માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ. જુનાગઢના ઇ.ચા. પોલીસ ઇન્સ. એ.આઇ. ભાટી તથા પો.સ.ઇ. ડી.જી. બડવા તથા પો.સ્ટાફના માણસો જૂનાગઢ પ્રયત્નશીલ હોય. દરમ્યાન તા.૧૯-૮-ર૦ર૦ના  જેલ રોડ નજીક આવેલ અલહરમ એપાર્ટમેન્ટની સામે આવેલ મકાનના તાળા તોડી કોઇ અજાણ્યા ઇસમો રોકડા રૂ. ૪૦,૦૦૦ તથા સોનાના પેન્ડલ સાથેનો સેટ તથા સોનાની બુંટી કિ.રૂ. ૧૦,૦૦૦ ની ચોરી કરી લઇ ગયેલાનો બનાવ બનેલ.

ઉકત બનાવ સમયે ફરીયાદી પરિવાર સાથે પોતાના મકાનના તાળા મારી ઉનાવા મહેસાણા ખાતે દર્શન અર્થે ગયેલ જે બનાવ અંગે જુનાગઢ એ-ડીવીઝન પો.સ્ટે.૧૧ર૦૩૦ર૩ર૦ ર૯૪૭/ર૦ર૦ ઇ.પી. કો.૪પ૪, ૪પ૭ ૩૮૦ થી ગુન્હો રજી થયેલ. આ ગુન્હાને ડીટકેટ કરવા ડી.એમ. જલુ તથા પો.હે.કો. વિક્રમભાઇ ચાવડા, શબીરખાન બેલીમ તથા પો. કોન્સ. સહિત દેવશીભાઇ નંદાણીયા જયદીપભાઇ કનેરીયા, ભરતભાઇ સોલંકી, ભરતભાઇ સોનારા એ રીતેના તપાસ તજવીજમાં તા. દરમ્યાન હકીકકત મળેલ કે ઉકત ગુન્હો જાવીદ તથા રફીકમીયા રહે. બન્ને ધોરાજીવાળાઓએ કરેલ હોય અને જુનાગઢ વાલી-એ-સોરઠ દરગાહે દર્શન કરવા આવવા હોય તેવી હકીકત મળતા તુરત જ વોચમાં રહેતા જુનાગઢ નવી હોસ્પિટલ તરફથી બે ઇસમો ચાલીને અવતા જોવામાં આવતા બન્નેને જડતી તપાસ કરતા બંને પાસેથી રોકડા રૂપિયા ૯૦૦૦ મળી આવતા બન્નેની વધુ પૂછપરછ અલહરમ આશરે ચારેકમ માસ પહેલા સાહિલ ઉર્ફે નાનુડો હસનભાઇ સીડા સાથે મળી સુખનાથ ચોક પાસે આવેલ અલહરમ એપાર્ટમેન્ટની સાથે આવેલ ડેલામાં રાત્રી દરમ્યાન તાળા તોડી ચોરી કરેલ તે રૂપિયા હોવાનું જણાવેલ.

(૧) નાવીદ સતારભાઇ મીનીવાડીયા ઉ.વ. ર૯ ધંધો મજુરી રહે. ધોરાજી બહારપુરા પાંચ પીરની વાડી પાસેથી રોકડા રૂપિયા પ૦૦૦ (ર) રફીકમીયા અબુબકર બુખારી સૈયદ ઉ.વ. ર૮ ધંધો મજુરી રહે. મોચી બજાર, નારીયેલી મસ્જીદ સામે પાસેથી રોકડા રૂપિયા ૪૦૦૦ મળી કુલ મુદામાલ રોકડા રૂ. ૯૦૦૦ મળી કબ્જે કરેલ છે.

પ્રદ્યુમનગર પો.સ્ટે. ગુ.ન.નં. નં. ૧૧ર૦૮૦૪૪ર૦૧૯૪૭૪૩/ર૦ ઇ.પી.કો. ૩૭૯ મુજબ ધોરાજી પો.સ્ટે. ગુ.નં. ગુ.ર.નં. ફ.૯૬/ર૦૧૮ ઇ.પી.કો.ક.ઇ. ક. પ૪૭, ૩૮૦ મુજબ ગુન્હા નોંધાયા છે.

(12:54 pm IST)