Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

જામનગરમાં બેરાજામાં કુવામાં અકસ્માતે ડુબી જતા માતા-પુત્રીના મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: બેરાજા ગામે રહેતા નાનકાભાઈ ઈડાભાઈ ભુરીયા, ઉ.વ.રપ એ જોડીયા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ર૭–૧ર–ર૦ર૦ના આ કામે મરણજનાર જમનાબેન નાનકાભાઈ ભુરીયા, ઉ.વ.રપ, રે. બેરાજા સીમ વિસ્તાર, છગનભાઈ અરજણભાઈ ચીકાણીની વાડી માં મરણજનાર જમનાબેન તેની દિકરી લક્ષ્મી નાનકાભાઈ ઈડાભાઈ ભુરીયા, ઉ.વ.૭ માસ,  વાળીને લઈ કપાસ વિણવા જાઉ છું તેમ કહી નીકળેલ સવારના સાડા છએક વાગ્યે અંધારાના લીધે અકસ્માતે કુવામાં પડી જવાથી પાણીમાં ડુબી જવાથી જમનાબેન તથા તેમની દિકરી લક્ષ્મી મરણ થયેલ છે.

રહેણાક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની દસ બોટલ સાથે શખ્સ ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર હર્ષદમીલની ચાલી પટેલનગર ૧ પ્રજાપતિની વાડી વાળી શેરીમાં આરોપી ભાવેશભાઈ ઉર્ફે ભાવલો  ચંન્દ્રકાંતભાઈ નંદા, રે. જામનગરવાળો પોતાના રહેણાક મકાને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ કાચની શીલબંધ બોટલ નંગ–૧૦, રૂ.પ,૦૦૦/ની વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છેે.

બે બોટલ ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રણવભાઈ ખીમાભાઈ વસરા એ ફરીયાદ નોંધાવી છે કે,  કિશાન ચોક, નંદા બ્રધર્સ વાળી ગલીના ખૂણા પાસે, જામનગરમાં આરોપી પ્રવિણ ઉર્ફે બાબા મેઘજીભાઈ માઉ, રે. જામનગરવાળો ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ કાચની શીલબંધ બોટલ ૭પ૦ મીલી ૪૮% વીવી. લખેલ કંપનીની બે શીલબંધ બોટલ જેની કિંમત રૂ.૧૦૦૦નો રાખી  રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છેે.

મિલકતોના તાળા ફંફોળતા બે શખ્સો ઝડપાયો

પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેન્દ્રસિંહ ગણપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, હાપા કોલોની, ચાંદની ચોક, જામનગરમાં આરોપી મકબુલ ફિરોજભાઈ બાબવાણી મોડી રાત્રીના લુપાતો છુપાતો દુકાનોના તાળા ફંફોળતો  ઝડપાયો.

જામનગર : પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેન્દ્રસિંહ ગણપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, હાપા કોલોની, ચાંદની ચોક, જામનગરમાં આરોપી ઉમરભાઈ અયુબભાઈ સાંઘાણી એ મોડી રાત્રીના લુપાતો છુપાતો દુકાનોના તાળા ફંફોળતો  ઝડપાયો.

વિજરખી ગામે રહેણાક મકાનમાં હાથફેરો કરતો તસ્કર

જામનગર : પંચ એ પોલીસ સ્ટેશનમાં કિશોરસિંહ ભગવતસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, વિજરખી ગામે ફરીયાદી કિશોરસિંહના ઘરમાં કોઈ અજાણ્યો ચોર ઈસમે ઘરે કબાટમાં રાખેલ દાગીના આશરે અઢી તોલાનો સોનાનો હાર કિંમત રૂ.૩૦૯૬૦/– તથા પોણા ચાર તોલાનું સોનાનું મંગળ સુત્ર કિંમત રૂ.૪૩ર૦૦/–  તથા આશરે ૪ર ગ્રામના ચાંદીના સાંકળા કિંમત રૂ.૧૭રપ/– તથા ત્રણ ચાંદીના સિકકા આશરે કિંમત રૂ.પ૦૦/ તથા હોટલના વેપારના રૂ.૧૦,ર૦,પ૦ તથા  ૧૦૦ વાળી નોટો પરચુરણ રૂપિયા આશરે રૂ.૧૯૦૦/ મળી કુલ રૂ.૭૮,ર૮પ/ના મુદામાલની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

કિક્રેટનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા : બે ફરાર

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશમાં હેડ કોન્સ. ઓસમાણભાઈ સુલેમાનભાઈ સુમરા એ ફરીયાદ નોંધાવી છે કે, યાદવનગર પાછળ, મહાદેવનગરમાં આરોપી લાખા દલુ ધારાણી એ પોતાના કબ્જાના રહેણાક મકાનમાં અન્ય આરોપી સાજણભાઈ નાથાભાઈ મુંન, સુલતાનભાઈ નુરઅલીમામાદભાઈ સાથે મળી હાલમાં ઓસ્ટ્રેલીયામાં રમાતી બીગ બેસ લીગલ ર૦–ર૦ ક્રિકેટ ટુનામેન્ટ ની મેચો ટીવી ઉપર નીહળી મોબાઈલ ફોનથી રનફેર તથા સેસન અને મેચના હારજીતના પરીણામ અંગે ક્રિકેટના સટ્ટાનો ડબ્બો રમી રમાડી પૈસાની હારજીત કરી ક્રિકેટના જુગારનો ડબ્બો ચલાવી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર,૪૧૦/– તથા ટીવી તથા સેટઅપ બોક્ષ તથા મોબાઈલ ફોન કિંમત રૂ.૧૬,૦૦૦/– મળી કુલ કિંમત રૂ.૧૮,૪૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા ફરારી આરોપી સરગમ ઉર્ફે દીપુ , ડાડુ કપાત કરાવી ગુનો કરેલછે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નાની ખાવડી ગામે દારૂની વીસ બોટલ સાથે ઝડપાયો

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહીલ એ ફરીયાદ નોંધાવી છે કે, નાની ખાવડી ગામે આરોપી કિરીટસિંહ મનુભા વાઢેર, રે. નાની ખાવડી ગામવાળાએ પોતાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટવગર એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ની કુલ બોટલ નંગ–ર૦, કિંમત રૂ.૧૦,૦૦૦/નો વિદેશી દારૂનો જથ્થા સાથે ઝડપાઈ ગયેલ છે.

 

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ફરી એક વખત કોરોના પોઝીટીવ કેસ તળીયે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૮ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના, બન્ને પ્રાંત અધિકારીઓ ડી. આર. ગુરવ તથા નિહાર ભેટારીયા તથા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ તથા આરોગ્ય ટીમની જહેમત તથા સતત ધનવંતરી રથ ફેરવતા તથા જાગૃતતા લાવતા ફાયદો થયો હોય તેમ કોરોના મહામારીના પોઝીટીવ કેસ તળીયે પહોંચી ગયા છે.

શનિવારે તો સમગ્ર જિલ્લામાં માત્ર એક જ સ્થળે ભાણવડમાં પોઝીટીવ કેસ નોંધાયો હતો જયારે ખંભાળીયામાંથી એક દર્દી સાથે થતાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

રવિવારે પણ સમગ્ર જિલ્લામાં માત્ર બે કેસ જ પોઝીટીવ નોંધાયા હતા જેમાં ખંભાળીયામાં શ્રીજી સોસાયટી મહાપ્રભુજી બેઠક પાસે બે કેસ પોઝીટીવ નોંધાતા તે બન્ને ને ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા કુલ જિલ્લામાં ૪૧ કેસો એકિટવ હાલમાં છે તથા કોવિંડ - બીન કોવિડમાં ૭૭ ના ટોટલ મોત થયા છે.

(12:53 pm IST)