Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ધોરાજીમાં ૩૫૦ જેટલા પ્લાસ્ટિક રી પ્રોસેસ ઉદ્યોગ કારો દ્વારા જાહેરમાં વેસ્ટ સળગાવી દેતા આરોગ્ય સામે જોખમ

દુનિયા ભર માં પ્રદુષણ નો પ્રશ્ન ભયંકર બની રહ્યો છે જેમાં ગુજરાત પણ બાકાત નથી કયાંક ને કયાંક પાણી પ્રદુષણ, હવા પ્રદુષણ ફેળી રહ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લા ના ધોરાજી માં પણ પ્લાસ્ટિક ઉદ્યોગ દ્વારા ફેલાવતું હવા અને પ્લાસ્ટિક નું પ્રદુષણ હદ વટાવી રહ્યું છે અને લોકો ની હેરાન ગતિ વધવા સાથે આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે.

ધોરાજી ભારત ભર પ્લાસ્ટિક વેસ્ટ ના રિસાયકલ માટે પ્રખ્યાત છે, અને હવે તે પ્લાસ્ટિક ની રિસાયકલ દ્વારા ફેલાતા હવા ના પ્રદુષણ માં પણ હવે પ્રખ્યાત થઈ રહ્યું છે, ધોરાજી ના પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગ માં દેશ ભર નો પ્લાસ્ટિક નો કચરો ઠાલવ્યા રહયો છે અને આ ગંદો પ્લાસ્ટિક ના કચરા ને અહીં સાફ કરી ને ધોરાજી ને ગંદુ બનાવવી રહ્યા છે આ પ્લાસ્ટિક ના ઉદ્યોગકારો, ધોરાજી માં વધારાના અને જે ઉપયોગ માં ના આવે તેવા પ્લાસ્ટિક ને ગમે ત્યાં ફેંકી ને શહેર ની ગંદકી માં વધારો થઇ રહ્યો છે તેના થી પણ વધારે ખરાબ પરિસ્થિતિ ઉભી થઇ રહી છે, જે માં પ્લાસ્ટિક ના આ ઉદ્યોગકારો બિન ઉપયોગી પ્લાસ્ટિક વેસ્ટ ને ગમે ત્યાં ફેંકવા સાથે આ વેસ્ટ ને બાળી રહ્યા છે, પ્લાસ્ટિક બળતા તેમાં થી ખરાબ વાયૂ ઓ નીકળે છે જેમાં કાર્બન મોનોકસાઈડ, કલોરોફ્લોરો કાર્બન જેવા ઝેરી વાયુ ઓ નીકળી ને ધોરાજી અને આસપાસ ની હવા ને પ્રદુષિત કર્યા કરે છે, સાથે સાથે જે બિન ઉપયોગી પ્લાસ્ટિક વેસ્ટ ના કણો હવા માં ઉડતા આ કણો ધોરાજી ના આસપાસ ના ખેતરો માં પણ ફેલાઈ રહ્યા છે જેને લઈ ને ખેડૂતો ને પણ નુકસાન થઇ રહ્યું છે, ખાસ તો પ્લાસ્ટિક બાળવામાં આવતા જે ઝેરી વાયુ ઓ હવા માં ભળે છે તે ને લઈ ને લોકો ના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થઇ રહી છે પ્રદુષિત અને ઝેરી હવા લોકો ના શ્વાસ માં અને આંખો માં જાત લોકો ને અનેક રોગો ના શિકાર બની રહ્યા છે, થઇ રહેલ હવા પ્રદુષણ ગુજરાત પ્રદુષણ બોર્ડ ના ધ્યાને આવતું ન હોય તેવું લાગી રહ્યું છે.

સામાજિક કાર્યકર સંકેત મકવાણા નું કહેવું છે કે પોલ્યુશન બોર્ડ ના અધિકારીઓ આખ આડાં કાન કરી રહ્યા છે પરંતુ લોકો ના આરોગ્ય નું જોખમ ઉભુ ના થાઈ માટે તાત્કાલિક ધોરણે આવા પ્રદુષણ ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ પ્લાસ્ટિક રી પ્રોસેસ ના ઉદ્યોગ કારો ને રાજકીય પીઠબળ હોવાને કારણે તંત્ર કાર્યવાહી કરવામાં અચકાઈ છે.

ધોરાજી ના સ્થાનિકોનોઆક્ષેપ છે કે શૈલેષ પાલ એ જણાવેલ હતું કે જેતપુર ના સાડી ઉદ્યોગ દ્વારા પાણી નું પોલ્યુશન ફેલાવામાં આવે છે જેને લઇ અને જેના પર પોલ્યુશન બોર્ડ કાર્યવાહી કરે છે કલોઝર નોટિસ પણ આપે છે પરંતુ ધોરાજી માં પ્લાસ્ટિક ઉદ્યોગ કારો દ્વારા ફેલાવામાં આવતા પોલ્યુશન બાબતે કેમ ભેદી મોન સેવી રહ્યા છે અને ધારાસભ્ય એ આ પોલ્યુશન બંધ કરાવવા આગળ આવું જોઈ.

 ધોરાજી માં પ્લાસ્ટિક રી પ્રોસેસ ઉદ્યોગ કારો બેફામ બન્યા છે. જાણે પ્લાસ્ટિક રી પ્રોસેસ ઉદ્યોગ કારો ને વાયુ પ્રદૂષણ ફેલાવવા માટે નું પીળુ પરવાનો મળી ગયો હોઈ એવું લાગી રહ્યું છે જે રીતે દેશ ભર માં વાયુ પ્રદુષણ વધી રહ્યું છે તે જોતા ધોરાજી ના થઇ રહેલા વાયુ પ્રદુષણ ને નજર અંદાજ કરવો ધોરાજી અને આસપાસ ની જનતા માટે દ્યાતક સાબિત થઇ શકે છે ત્યારે સરકારે અત્યાર થી જ થઇ રહેલા વાયુ પ્રદુષણ ઉપર લગામ રાખે તે જરૂરી છે.

ધોરાજી માં બેફામ પણે વધી રહેલ વાયુ પ્રદુષણ ને લઈ ને લોકો પરેશાન છે પ્લાસ્ટિક ઉદ્યોગ દ્વારા ફેલાવવા માં આવતા આ પ્રદુષણ બાબતે ઞ્ભ્ઘ્ગ્ ને અનેક રજૂઆતો પણ થઇ ચુકી છે પરંતુ ઞ્ભ્ઘ્ગ્ ના અધિકારી ઓ ને આ વાયુ નું પ્રદુષણ દેખાતું ના હોય અને આને પ્રદુષણ કહેવાય જ અહીં તેવું વર્તન કરી રહ્યા છે, અને આ બાબતે ઞ્ભ્ઘ્ગ્ નક્કર પગલાં લેવા ની જગ્યાએ અમો કામ તો કરી એ જ છી એ તેવો રાગ છેડી રહ્યા છે અને બધું બરાબર નું ગાણું ગાઈ રહ્યાં છે ત્યારે કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે

જાહેર માં વેસ્ટ સળગી રહ્યું છે છતાં અધિકારીઓ કહી રહ્યા છે કે સ્થળ તપાસ હાથ ધરાશે અને જરૂર જણાશે તો પગલાં લેવાશે......?

(12:51 pm IST)