Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

પોરબંદર : કોરોના મહામારી વચ્ચે માનવ અધિકાર હેઠળ ફરિયાદો બાદ અરજદારની વાસ્તવિકતાની અવગણના

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર૮ : ભારતના બંધારણમાં ભારતીય નાગરિકોોને વિચાર સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતાના હકકો તેમજ અન્ય હકકો ભોગવવાની અને મેળવવાની છુટ આપી છે અને તેના અમલ માટે કેન્દ્ર સરકારે માનવ અધિકાર પંચની રચના કરેલ છે. રાજયવાર માનવ અધિકાર પંચ તંત્રની મર્યાદામાં રહી નાગરીક હિતોનુ રક્ષણ કરી રહ્યુ છે.

કેટલાક કિસ્સામાં માનવ અધિકારમાં થયેલ રજૂઆત કરનારને નિરાશ થવુ પડે છે. રજૂઆત કરનાર નાગરીક વાસ્તવિકતા જાહેર રજૂઆતનુ પુરૂ અવલોકન કરવામાં આવતુ નથી. જેનાથી નારાજ થાય છે. માનવ અધિકાર પંચ તરફથી રજૂઆત કરનાર નાગરીકને માનવ અધિકાર પંચ દ્વારા જે પ્રત્યુતર નકારાત્મક આપવામાં આવે છે તેમાં માત્ર અંગ્રેજીમાં છપાયેલ કાયદાની કલમો દર્શાવી પ્રત્યુતર અપાય છે. કારણ સ્પષ્ટ દર્શાવાતુ નથી જે ન્યાય સુગત ગણાય કે નહી? ન્યાય અદાલતમાં થયેલ રજૂઆત સબંધે સ્વીકૃત અસ્વીકૃતનું કારણ ન્યાયમુર્તિ સ્પષ્ટ લેખીત રજૂઆતની અરજી પર કોર્ટની માન્ય ભાષામાં માતૃભાષાનો ઉપયોગ કરી કારણ સાથે વિવરણ તથા કાયદાની કલમ અંક દર્શાવી રેકોર્ડ કરાયેલ લેખીત હુકમ કરે છે જેથી આગળ અપીલમાં જઇ ત્યારે માનવ અધિકાર પંચ ન્યાયાલય જેટલા જ સ્વતંત્ર અધિકાર અપાયેલ છે. ન્યાય આપવા માટે ઘણુ કરીને વડી અદાલત હાઇકોર્ટના નિવૃત જજની નિમણુંક કરાયેલ તે જ માનવ અધિકાર પંચની કાર્યવાહી સંભાળે અને સાંભળે છે. કેટલી લેખીત રજૂઆત પુર્ણ ન પાસ થતી નથી. વિચારાતુ નથુ. અસંતોષ રજૂઆત કરનારને થાય છે.

ભારતના બંધારણમાં ન્યાય અદાલતનું મહત્વ સાથે લોકઅદાલતનું મહત્વ પણ દર્શાવેલ છે. લોક અદાલતમાં ઝડપી ન્યાય મળે છે. કોર્ટમાં કેશ દાખલ કરેલ ન હોય પરંતુ જયારે લોક અદાલત ખુલ્લામાં યોજાતી હોય અને અન્યાય થયેલ તે ન્યાય મેળવવા માંગતી વ્યકિત યાને પ્રબુધ્ધ નાગરીક પોતાની વેદના લોકઅદાલત યોજાય તે પહેલા નિયત તારીખમાં પોતાની ભાષામાં રૂબરૂ અથવા દલાલ મારફત મોકલી શકે છે. સ્ટેમ્પ પણ ચોડવાની જરૂર રહેતી લોક અદાલતમાં ન્યાયમુર્તિ ઉપરાંત પ્રતિષ્ઠિત વ્યકિત માટેનુ પંચ બેઠુ હોય તે રજૂઆત કરનારને તેમજ જેમની વિરૂધ્ધ ફરીયાદ રજૂઆત થઇ હોય તેને રૂબરૂ અથવા માર્ગદર્શન આપી સમાધાન કરાવે છે. ન્યાય કાર્યને સરળ બનાવે છે. ઉપસ્થિત સાથે ન્યાયાધીશ કાયદાનુ સ્વરૂપ આપી ન્યાયમંદિરમાં ન્યાય જે હુકમ થાય તે રીતે હુકમ કરે છે જે ન્યાય કોર્ટમાં પણ પડકારરૂપ તો પુરવા ગણી માન્ય રાખે છે.

દેશમાં કોરોના નામની મહામારીએ ભરડો લીધો છે. છેલ્લા તેર માસથી આ મહામારી રોગે દેખા દીધેલ. શરૂઆતના દિવસોમાં સરકારે તબીબોએ આ બાબતને સામાન્ય ગણી પરંતુ મહામારી કોરોનાને ભોગ બનેલ વ્યકિત સપડાયેલ અને મૃત્યુ થવા લાગેલ મૃત્યુ આંક વધવા લાગેલ ત્યારે કેન્દ્ર અને રાજય સરકાર ભયભીત બની ચિંતીત બની ગયેલ.  મહામારી રોગને કાબુમાં લેવા માટે સરકારે પ્રયત્ન શરૂ કરેલ. હોસ્પિટલો કોરોના દર્દીથી ઉભરાવવા લાગેલ. રોગપ્રતિકારકની કોઇ રસી બજારમાં ઉપલબ્ધ ન હતી. જે રસી બજારમાં ઉપલબ્ધ હતી તેની સફળતા અંગે કોઇ ગેરેંટી ન હતી છતા દવાના વેપારીઓએ બજારમાં ઉપલબ્ધ રસીની માંગ વધતા નિયત ભાવ કરતા વધુ ભાવ ગ્રાહકો પાસેથી વસુલ કરવાની શરૂઆત કરી. ખાનગી ડોકટરો માટે ગજા બહારની વાત હતી. ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ સારવારમાં દાખલ થવા લાગેલ. જેમને પહોચ ન હતી અને ભોગ બનેલ દર્દીને સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલ. પ્રારંભમાં સામાન્ય ભયંકર શરદી ગણી સરકારી ડોકટરોએ કોરોના દર્દીનો ભોગ બનેલ દર્દીને સામાન્યવોર્ડમાં દાખલ કરેલ. કોરોના દર્દનો ભોગ બનનારની સંખ્યા વધતા રોગની ભયંકરતાનો ખ્યાલ આવતા સરકારી હોસ્પિટલોમાં અલગ વોર્ડની વ્યવસ્થા કરાઇ સાથે સાથે મહામારી કોરોના દર્દીની સારવાર માટે ડોકટર નર્સની ટીમ અલગ બનાવાઇ. જેઓ ઘરે ન જઇ શકતા તેવા ડોકટર નર્સો માટે બરાબર રહેવાની ખાવા પીવાના સુવિધા સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલ.

કોરોના વેપારી તથા નાના ઉદ્યોગપતિઓને આશિર્વાદ બન્યો. વેપાર ધંધો નાના ઉદ્યોગોનું કાચા માલના ખેચના કારણે ભરપુર લાભ લેવામાં આવે છે. કર્મચારીને નોકરીમાં રહેવુ ચાલુ રાખવુ હોય તો પગાર કાપ ૬૦% જેટલો કપાય છે માત્ર ૪૦% જ પગાર ચુકવાય છે અથવા તેમને નોકરીમાંથી રાજીનામું આપવુ પડે છે.

આ સ્થિતિમાં સરકારે માસ્ક પહેરવાનુ ફરજીયાત કરી જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ. વેપારીઓને વેપાર કરવાની ના નહિ પરંતુ સોશ્યલ ડીસ્ટન્ટ રાખી માસ્ક પહેરી વેપાર કરવા સુચના આવી નહિતર દંડની રકમ ભરવા અથવા ગુન્હો દાખલ કરવા આકરા પગલા લેવાની જાહેરાત કરી અમલ શરૂ કરેલ પરંતુ આ જાહેરનામા કાયદાની અમલવારી માત્ર આમ સામાન્ય નાગરીકને સ્પર્શ કરે છે સરકારી કે સ્થાનિક સ્વરાજ કર્મી, પોલીસકર્મી, સરકાર દ્વારા નિયુકત કરાયેલ સોશ્યલ વર્કર, તંત્રીશ્રીઓ સરકારી પદાધિકારીઓ વગેરેને લાગુ પડતો હોવા છતા તેના અમલ કરતા નથી. અવળી અસર સાથે અતિરેક શરૂ થયેલ છે. તેનો અમલ નિયમો વડે અદાલત માર્ગદર્શનનું ઉલ્લંઘન કરેલ છે. મતલબ તેનો અમલ આ વર્ગ કરતો નથી. તેમને અમરપટો મળી ગયેલ છે. ખુલ્લો ભંગ કરાય છે. નાગરીક અવાજ ઉઠાવે નિયમનું પાલન કરવાનો આગ્રહ કરે અમલ કરાવે તો કિન્નાખોરી રાખવામાં આવે છે તેનો ભોગ નિર્દોષ નાગરીકો વેપારી બને છે તેવી ફરીયાદો છે.

(12:51 pm IST)