Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ભાયાવદરમાં કૃષિ સુધારા બિલના વિરોધમાં ઉપવાસ

( ભરત દોશી દ્વારા ) ઉપલેટા,તા. ૨૮: આંદોલનમાં અત્યાર સુધીમાં ૩૦ જેટલા આંદોલન કરી રહેલા ખેડૂતો શહીદ થઈ ગયા છે.તેના સમર્થનમાં ભાયાવદર શહેર અને આજુબાજુના ગામડાઓના ખેડૂતો દ્વારા અને ભાયાવદરની અલગ-અલગ સંસ્થાઓના આગેવાનો દ્વારા નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણી સહકારી મંડળીના પ્રમુખ નટવરભાઈ મારસોણીયા, ઉપપ્રમુખ જીતુભાઈ માકડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ નવીનભાઈ ડેડકીયા, મહામંત્રી જેન્તીભાઈ ભોજાણી પાંજરાપોળના ટ્રસ્ટી કાંતિભાઈ ઝાલાવાડીયા ખેડૂત આગેવાનો મનસુખભાઈ માકડીયા, શાંતિલાલ કુંડારીયા અરણીના ખેડૂત આગેવાનો મહેશભાઈ સભાયા,પંકજભાઈ ફળદુ, ખીરસરા ગામના ખેડૂત આગેવાનો અશ્વિનભાઈ,રાકેશભાઈ તેમજ ભાયાવદર નગરપાલિકાના સદસ્યો,સહકારી મંડળીના સભ્યો તેમજ શહેરના અનેક આગેવાનોએ ઉપવાસ કરતા આ ખેડૂત વિરોધી કાયદામાં શહીદ થયેલ ખેડૂતોને શ્રદ્ઘાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અંગે ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણીએ આ ખેડૂત વિરોધી કાયદાને તાત્કાલિક રદ કરવામાં આવે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે એવી માંગ કરવામા આવી હતી અને જો સરકાર દ્વારા ખેડૂતોની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગામડે ગામડે ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

(11:32 am IST)