Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ભાણવડમાં સગીરાનું અપહરણ કરી બળાત્કાર

ખંભાળિયા,તા. ૨૮: ભાણવડમાં સગીરાનું અપહરણ કરી બરડા ડુંગરમાં લઇ જઇ તેની સાથે મરજી વિરૂધ્ધ બે વખત શારિરીક સુખ માણતા વાનાવડના શખ્સ અને અપહરણમાં મદદગારી કરનાર તેના મિત્ર વિરૂધ્ધ સગીરાની માતાએ ભાણવડ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિગત મુજબ ભાણવડમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને વાનાવડ ગામે રહેતો વિજય વાલજી વાઘેલા નામનો શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી બાઇકમાં બેસાડી બરડા ડુંગરમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાનું અપહરણ કરવામાં તેમનો જ કૌટુબિક મેરૂ ભીખા વાઘેલાએ મદદગારી કરતાં સગીરાની માતાની ફરીયાદ પરથી બન્ને વિરૂધ્ધ પોકસો સહિતની કલમ હેઠળ  ભાણવડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)