Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

મોરબીના ધોડાધ્રોઇ ડેમના દરવાજામાંથી નદીમાં પાણી છોડવાને પગલે હેઠવાસના ગામોને ચેતવણી

સિંચાઇ વિભાગે મામલતદારને પત્ર લખી ચેતવણી આપવા જણાવ્યુ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૮: જીકીયારી ગામ પાસે આવેલ ધોડાધ્રોઈ ડેમના દરવાજામાંથી નદીમાં પાણી છોડવામાં આવતા હેઠવાસના ગામોને જાહેર ચેતવણીની સુચના આપવા સિંચાઈ વિભાગે મામલતદારને પત્ર લખ્યો છે.

હળવદ સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે મોરબી અને માળિયા મામલતદારને પત્ર લખી જણાવ્યું હ્રચે કે પેટા વિભાગ હસ્તક ધોડાધ્રોઈ સિંચાઈ યોજના જીકીયારી પાસે બાંધવામાં આવેલ છે યોજનામાં હેઠવાસમાં નદી પર આવેલ જેતપર, રાપર, માંણાબા, સુલતાનપુર સહિતના ગામોના ચેકડેમ ભરવા માટેની માંગણી અન્વયે સરકાર દ્વારા ચેકડેમો ભરવા નિર્ણય લેવામાં આવ્યો છે જેથી યોજનાના દરવાજામાંથી પાણી છોડવામાં આવશે જેથી હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના ગામો જેમાં જીકીયારી, ચકમપર, જેતપર, જસમતગઢ, જીવાપર, રાપર ઉપરાંત માળિયા તાલુકાના માંણાબા, સુલતાનપુર, ચીખલીના લોકોને નદીના ભાગમાં અવરજવર કરવી નહિ તેમજ ઢોર માલમિલકત સલામત સ્થળે સ્થળાંતર કરી લેવા અને સાવચેતીપૂર્વક અવરજવર કરવા ચેતવણી આપવા જણાવ્યું છે.

(10:21 am IST)