Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

મોરબીમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર મુખ્ય સુત્રધાર સહીત બે ઝડપાયા

અન્ય એક ફરાર શખ્સને ઝડપી લેવા પોલીસ કવાયત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૮:ગ્રામ્ય પંથકમાં દુષ્કર્મનો બનાવ બન્યો હતો જેમાં સગીરાના ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય અને બે ઇસમોએ મદદગારી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે સીપીઆઈ ટીમ દ્વારા મુખ્ય સુત્રધાર સહીત બે આરોપીને ઝડપી લેવાયા છે તો એક આરોપી ફરાર હોય જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

મોરબીના ગ્રામ્ય પંથકની રહેવાસી સગીરા દુષ્કર્મનો ભોગ બની હતી જે બનાવ મામલે ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રાહુલ નારણ ચૌહાણ રહે મોરબી ઋષિકેશ વિધાલય પાસે મૂળ ઉના જી ગીર સોમનાથ વાળો ઇસમ તેની સગીર વયની દીકરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેના રૂમે અવારનવાર લઇ જઈને તેમજ ગત તા ૨૩ ના રોજ રાત્રીના સાડા બારેક વાગ્યે તેના દ્યરેથી મોટરસાયકલમાં લઇ જઈને શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું તેમજ અન્ય આરોપી રાહુલની મિત્ર જયદીપ સગર અને રાહુલ નો મિત્ર રવી સગર એ બંને ઇસમોએ મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ સીપીઆઈ આઈ એમ કોઢિયાની ટીમ ચલાવી રહી હોય જેમાં આરોપી રાહુલ ચૌહાણ અને મદદગારી કરનાર જયદીપ સગર એમ બે ઇસમોને દબોચી લેવાયા છે તો અન્ય એક આરોપી હજુ ફરાર હોય જેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(10:20 am IST)