Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ખેડૂતોની વ્યથા આકાશમાં ઉડશે :પતંગમાં લાગ્યા પાક વિમાના લખાણો : ધોરાજીમાં 'આપ'નો અનોખો પ્રયોગ

ખેડૂતોની આંખમા પાણી તો વિમા કંપનીને લહાણી. ખેડૂતો થયાં પાયમાલ તો વિમા કંપનીઓ થઈ માલામાલ .

ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કરીને તંત્રને ઢંઢોળવા પ્રયાસ કરાયો છે પતંગો માં લખાણો જેવાં કે ખેડૂતો ની આંખ માં છે પાણી તો વિમા કંપની ને છે લહાણી. ખેડૂતો થયાં પાયમાલ વિમા કંપની થઈ માલામાલ .. પાક વિમા યોજના એટલે ખેડૂતો ને કોણીએ ગોળ. જેવાં લખાણ પતંગો માં લખીને પતંગો ઉડાવવામાં આવી હતી.

 ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કર્યો : આગામી દિવસોમાં મકરસંક્રાંતિ નો પવિત્ર તહેવાર આવતો હોય ત્યારે નાનાં મોટાં બધાં મકરસંક્રાંતિ ની પતંગો ચગાવી ને તહેવાર ઉજવતા હોય છે અને આખો દિવસ ધાબા ઉપર ચડી ને મજા પણ માણતા હોય પણ ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં પતંગો માં લખાણો લખવામાં આવ્યા હતા જેમાં પાક વિમા યોજના એટલે ખેડૂતોને કોણીએ ગોળ. ૭૨ કલાક મા ફોર્મ ભરાય છે તો ૭૨ કલાક સર્વે પણ કરાવો. ખેડૂતોની આંખમા પાણી તો વિમા કંપની ને લહાણી. ખેડૂતો થયાં પાયમાલ તો વિમા કંપની ઓ થઈ માલામાલ . જનતા બાગ બિસ્માર

(1:39 pm IST)