Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

કેશોદઃ ખુન કેસમાં નિર્દોષ છૂટેલ આરોપીને હાઇકોર્ટે આજીવન કેદની સજા ફટકારી

કેશોદ તા. ર૮ :.. કેશોદથી સાત કિલો મીટર દુર આવેલ તાલુકાના પીપળી ગામમાં તા. ૧૪-૪-ર૦૦ર ના રોજ થયેલા ખુનમાં પકડાયેલ આરોપીને સેશન્સ કોર્ટ નિર્દોષ છોડી મુકેલ પરત આ ચુકાદા સામે હાઇકોર્ટમાં થયેલી અપીલમાં આરોપીને આજીવન કેદની સજા ફરમાવતો ચુકાદો આવેલો છે.

તાલુકાના પીપળી ગામમાં તા. ૧૪-૪-ર૦૦ર ના રોજ મધ્ય રાત્રીના ર વાગે ગોદારીબેન લક્ષ્મીદાસ કાલરીયા નામની વૃધ્ધ મહીલાની ક્રુર હત્યા થઇ હતી આ અંગે પોલીસે ૩૦ર, ૩૯૭, ૪પ૦, તથા બોમ્બે પોલીસ એકટની કલમ ૧૩પ મુજબ ગુનો દાખલ કરી તપાસના અંતે તેજ ગામના દિલીપભાઇ બચુભાઇ ડાભીની  ધરપકડ કરી તેની સામે અદાલતમાં કેસ મુકયો હતો. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા જુનાગઢ સેશન્સ કોર્ટ તા. ર૮-૬-ર૦૦૬ ના રોજ આરોપીને નિર્દોષ છોડાવતો ચુકાદો આપ્યો હતો.

સેશન્સ કોર્ટના આ ચુકાદા સામે મરનાર ગોદારીબેન પતિ લક્ષ્મીદાસ ડાયાભાઇ કાલરીયાએ હાઇકોર્ટમાં  સરકારને સાથે રાખી અપીલ કરી હતી. આ અપીલનો ચુકાદો આપતા હાઇકોર્ટે જૂનાગઢ સેશન્સ કોર્ટનો તા. ર૮-૬-ર૦૦ર નો ચુકાદો રદ કરી આરોપી દિલીપભાઇ બચુભાઇ ડાભીને આજીવન કારાવાસ અને રૂ. પ હજારના દંડનીસજા ફરમાવેલ છે અને જો પ હજાર રૂ. દંડના ભરે તો એક માસની વારે સજા ફરમાવેલ છે. અને જો પ હજાર રૂ. દંડના ભરેતો એક માસની વધારે સજા ફરમાવેલ છે.

પીપળી ગામના આ ચકચારી કેઇસમાં મરનાર તેના પતિ બન્ને પતિ-પત્ની સાથે રહેતા હતા અને પત્નીનું ખુન થયા બાદ  તેના પતિ લક્ષ્મીદાસ ડાયાભાઇ કાલરીયાને કેન્સર થતા ઉપરોકત ચુકાદા પહેલા તેનું પણ ર૦૦૮ માં મૃત્યુ થયુ હતું બન્ને પતિ-પત્નીને એક  માત્ર દિકરી હતી.

અને તે  પણ સાસરીમાં છે. જે તે સમયે આરોપી રાત્રીના બે વાગે માત્ર  લૂંટ કરવાના ઇરાદે ઘુસેલ પરંતુ આરોપીને ઓળખી જતા તેણે ગોદારીબેનને ગરદન, પેટ અને છાતીમાં  છરીના ઘા મારી ત્યાંથી નાસી છૂટેલ ફરીયાદીએ આ બનાવ નજરે જોયેલ અને તા. ૧૬-૪-ર૦૦ર ના રોજ આરોપીની ધરપકડ થયેલી હતી.

(12:00 pm IST)