Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ગોંડલના પાટખીલોરી ગામે જુગારના હાટડા પર પોલીસ ત્રાટકીઃ ૧૦ પકડાયા

ચના ભરવાડ વાડીમાં જુગાર રમાડતો'તોઃ પીએસઆઇ વાય.બી.રાણા તથા સ્ટાફનો દરોડો

ગોંડલ તા. ૨૮ : ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામે તાલુકા પોલીસે ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી ૧૦ પત્તા પ્રેમી અને રોકડ રૂ ૫૯૭૮૦ સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા પોલીસના પી.એસ.આઇ વાય.બી.રાણા સહિતના સ્ટાફે પાટખીલોરી ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતા રવિ વલકુભાઈ તરદ્યડા, કાથડ અરજણભાઈ મુંધવા, નિલેશસિંહ વજેસિંહ ચૌહાણ , મેહુલગીરી ચંદુગિરી મેઘનાથી, બચુભાઈ ઉકાભાઈ મેવાડા , નાગજીભાઈ કાબાભાઇ શેખવા વાલચંદ કાનજીભાઈ ગોધાણી, રમેશ બાબુભાઈ ડોબરીયા, ગોબર લક્ષ્મણભાઈ મુંધવા, તેમજ ચના દેવાભાઈ મુંધવા ને રોકડા રૂ ૫૯૭૮૦ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડામાં હેડ કોન્સ્ટેબલ સૈની જયદીપ સિંહ વાઘેલા તેમજ ક્રિપાલસિંહ જાડેજા સહિતનાઓ જોડાયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ચના દેવાભાઇ મુંધવા (ભરવાડ) નાલ ઉઘરાવી તેની વાડીમાં જુગાર રમાડતો હતો. તાલુકા પોલીસે તમામ સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:55 am IST)