Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

હળવદ રેલવે સ્ટેશન પાસેથી જુગાર કલબ ઝડપાઇઃ ૮ શખસોની ધરપકડ

વઢવાણ તા. ૨૮ : મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ અને ડીવાયએસપી બનો જોશીના માર્ગ દર્શન હેઠળ દારૂ-જુગારની બદી નાબૂદ કરવા હળવદ પોલિસે પેટ્રોલિં દરમિયાન ઇન્ચાર્જ પીઆઇ સી.એચ.શુકલને મળેલી બાતમીને આધારે રેલવે સ્ટેશન રોડ પર આવેલ જનકસિંહ ઉર્ફે રણુભા ચંદુભા ઝાલાના કબજા વાળા મકાન માં દરોડો પાડતા મકાનમાં તીનપતિનો જુગાર રમી રહેલા આઠ શખ્સો ઝડપાઇ ગયા હતા.

વધુમાં મકાનના કબ્જેદર જનકસિંહ ઉર્ફે રણુભા ઝાલા નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાનું ખુલ્યું છે અને પોલીસે ઘટના સ્થળેથી ગંજીપાના, ૩૩૫૦૦ રોકડ અને આઠેય આરોપીઓના મોબાઈલ મળી કુલ રૂ. ૪૧૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસની આ સફળ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ સી.એચ.શુકલ, મહેશભાઈ બાલાસરા, અજીતસિંહ સીસોદીયા, ઈશ્વરભાઈ કલોતરા, હરીશભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ આલ, ધ્રુવરાજસિંહ ઝાલા અને વિજયદાન ગઢવી સાહિતનાઓએ કરી હતી.

(11:51 am IST)