Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જૂનાગઢ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાનું કરાયુ અનાવરણ

જૂનાગઢ તા. ૨૦ : જૂનાગઢ શહેરનાં જોષીપરા સ્થિત શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત વિદ્યાસંકુલ પરિસરમાં શ્રી સરદાર પટેલની પુર્ણકદની પ્રતિમા સાથે તત્કાલીન ચેરમેન અને કન્યાકેળવણીનાં હિમાયતી ડો. હરીભાઇ ગોધાણીની પ્રતીમાનું અનાવરણ કરવા સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનાં સન્માન અને વિશિષ્ઠ સિધ્ધ પ્રાપ્ત લેઉવા પટેલ સમાજનાં યુવાઓનું બહુમાન કરવાનો ત્રિવિધ કાર્યક્રમ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ મેમોરીયલ સોસાયટી અમદાવાદનાં ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી દિનશા પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી જશુમતીબેન કોરાટે દિપ પ્રાગટયથી કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે.

આ પ્રસંગે જિલ્લા શીક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય શ્રી કનુભાઇ કરકર, રાજકોટ સ્પીપા તાલીમ ભવનનાં નાયબ નિયામક શ્રી શૈલેષ સગપરીયા, જાણીતા કોલમીસ્ટ અને વકતા જય વસાવડાએ તેઓની આગવી વાણીમાં ડો. હરીભાઇ ગોધાણી અને તેમનાં કન્યાશિક્ષણની પ્રીતીને ઉજાગર કરતાં સ્મરણોને તાજા કર્યા હતા. અને આદર્શ સમાજ રચનામાં શિક્ષણનાં યોગદાનની મહત્તા રજુ કરી હતી.

આ પ્રસંગે સમારોહનાં શિરોમણી અતિથીશ્રી અને હાઈકોર્ટ ઓફ ગુજરાતનાં ફોર્મર એકટીંગ ચીફ જસ્ટીસશ્રી જયંતભાઇ પટેલે શ્રી સરદાર પટેલ અને ડો. હરીભાઇ ગોધાણીની પ્રતિમા અનાવરણ પ્રસંગ સંદર્ભે કન્યાશિક્ષણ અને રાષ્ટ્રહિત માટે ખમીરી જીવન જીવી જનાર બન્ને મહાનુભાવોની માનસપટે અંકીત કેટલીક બાબતોને લોકો સમક્ષ મુકી હતી.

આ પ્રસંગે શ્રી ભકતીરામ બાપુ ફતુપુર, ડો. ગિરીશ ભીમાણી-સેનેટર, ડો. નિતિનભાઇ પેથાણી, ફોર્મર જસ્ટીશશ્રી જયંત પટેલ, જૂનાગઢના મેયરશ્રી આદ્યાશકતીબેન મજમુદાર, જશુમતિબેન કોરાટ, બિલખાથી પધારેલ ધનજીભાઇ રત્નાભાઇ ઠુમર, શ્રી જે.કે.ઠેશીયા, મૃણાલીનીબેન પટેલ, મહેન્દ્રભાઇ ગોધાણી, ભરતભાઇ ગાજીપરા, ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોષી,શ્રી હર્ષદભાઇ રીબડીયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ અને ડો. હરીભાઇ ગોધાણીની પ્રતીમાનું શ્રી દિનશા પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યુ હતુ. 

કાર્યક્રમ દરમ્યાન શાળાની બાળાઓએ પ્રાર્થનાગીત, અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. આ પ્રસંગે એજયુકેશન સંકુલમાં વિવિધ કક્ષાએ ઉતિર્ણ તેજસ્વી છાત્રોને સ્મૃતીભેટ અર્પણ કરી પુષ્પવૃષ્ટી દ્વારા બહુમાન કરવામાં આવ્યુ હતુ. જૂનાગઢ શહેર અને જિલ્લામાંથી તાજેતરની સરકારી વિવિધ વીભાગોની નોકરીઓમા વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ પર સીધ્ધી હાંસલ કરી પોસ્ટીંગ મેળવનાર યુવાઓનું બહુમાન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે બાબુભાઇ કથીરીયા, સવજીભાઇ સાવલીયા, રતિભાઇ સાવલીયા, ડો. એસ.પી. રાઠોડ, ડો. મુકેશ પાનસુરીયા, શ્રી ગીરીશભાઇ કોટેચા, શ્રી નટુભાઇ પોંકીયા, હરેશભાઇ પરસાણા, શ્રી સુરેશભાઇ પાનસુરીયા, શ્રી કે.બી. સંઘવી, શ્રી બી.કે કીકાણી,શ્રી ભાવનાબેન હીરપરા, ભાવેશભાઇ ચકરાણી, મનસુખભાઇ વાજા, ગોગનભાઇ ઢેબરીયા, ગોપાલભાઇ રૂપાપરા, પરેશભાઇ ડોબરીયા સહિત ગણમાન્ય સમાજશ્રેષ્ઠીઓ મહોત્સવનાં શાખીભાવે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટનાં કર્મશીલ ટ્રસ્ટીઓ ડો. જી.કે.ગજેરા, ડાયાભાઇ રામોલીયા, શ્રી નટુભાઇ ઢોલરીયા, જીવરાજભાઇ ઢોલરીયા, પ્રજ્ઞાબેન ચાચડીયા, ઈશ્વરભાઇ, જયંતીભાઇ, રમેશભાઇ, અશોકભાઇ, ઉષાબેન, કુસુમબેન, અંજનાબેન પ્રજ્ઞાબેન, મગનભાઇ, ડાયાભાઇ વઘાસિયા, હરેશભાઇ ઠુમર સહિત સમગ્ર ટ્રસ્ટીગણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમતશીલ રહ્યુ હતુ. સમગ્ર કાર્યકમરનુ સફળ સંચાલન ડો. હરેશ કાવાણીએ અને આભાર દર્શન ટ્રસ્ટીશ્રી ચુનીભાઇ રાખોલીયાએ કર્યુ હતુ. કાર્યક્રમનાં પ્રારંભે ચેરમેનશ્રી જે.કે. ઠેશીયાએ અતિથીઓને શબ્દોથી આવકારી ટર્સટીગણે પુષ્પહાર અને સન્માન મોમેન્ટો અને ડો. હરીભાઇ ગોધાણીનાં જીવનાધારીત પુસ્તક દ્વારા સ્વાગત કર્યુ હતુ. અને સંસ્થાનો કાર્યપરિચય કરાવ્યો હતો. શાળાની એન.સી. બટાલીયનની બાળાઓએ સુસજ્જ ગણવેશમાં આમંત્રીત મહેમાનોને પરેડ સભર અને બેન્ડની સુરાવલીઓ સાથે સ્ટેજ સુધી દોરી લાવી હતી.

(1:39 pm IST)