Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

વેરાવળ સોમનાથમાં ડીગ્રી વગરના ડોકટરોનો રાફડો

 વેરાવળ, તા.૨૦:  સોમનાથ વિસ્તારમાં ડીગ્રી વગરના ડોકટરોનો રાફડો ફાટેલ છે અને જેમને આરોગ્ય સાથે કોઈ લેવા દેવા નથી તેવા અમુકલોકો દવાઓ ઈન્જેકશન આપી દર્દીઓના જીંદગી જોખમમાં મુકે છે તેની સામે પગલા લેવા માંગ કરાયેલ છે.

ભાજપના સામાજીક કાર્યકરે નાયબમુખ્યમંત્રી નીતીન પટેલને આવેદન આપેલ છે કે આ વિસ્તારમાં ડીગ્રી વગર ના નકલી ડોકટરોનો રાફડો ફાટયો છે કોઈપણ જાતની ખબર ન હોવા છતા દવાઓ, ઈન્જેકશનો, બાટલાઓ આપવામાં આવે છે અને દર્દીઓના જીંદગી જોખમમાં મુકાય તેવી સારવાર કરે છે જેથી તાત્કાલીક આખા વિસ્તારમાં આવા નકલી ડોકટરો સામે કડક પગલા લેવા જોઈએ તેવી માંગ ઉઠેલ છે.

(1:39 pm IST)