Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

લાઠીના ૩ વર્ષથી નાસતા ફરતા શખ્સની ધરપકડ

અમરેલી તા. ૨૦ : પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જીલ્લા્માં ગુન્હો કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે લાઠી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૨/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ મુજબના ગુન્હાના કામે એફ.આઇ.આર.માં નામ હોવા છતાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા્ ત્રણ વર્ષથી નાસતા ફરતાં આરોપીને ચોક્કસ બાતમી આધારે ચાવંડ થી કરકોલીયા ગામ જવાના રસ્તેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.

મનસુખભાઈ માધાભાઇ કાવઠીયા , ઉં.વ.૩૦, ધંધો. ખેતી , રહે.ચાવંડ  તા.લાઠી જી.અમરેલી વાળાને લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

     આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી.ટીમ દ્વારા કરાઇ છે.

(1:37 pm IST)