Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ધ્રોલમાં ઇનાયત લંઘા પર કોર્ટ પાસે ફિરોઝ સહિત ૭ જણાનો હુમલો

રાજકોટ તા. ૨૦: ધ્રોલમાં રહેતાં મુસ્‍લિમ યુવાન પર ગઇકાલે ધ્રોલ કોર્ટ નજીક મુસ્‍લિમ શખ્‍સોએ હુમલો કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ધ્રોલ લંઘા શેરીમાં રહેતો ઇનાયત બસીરભાઇ લંઘા (ઉ.૩૦) ગઇકાલે બપોર બાદ સાડા ત્રણેક વાગ્‍યે ધ્રોલ કોર્ટ પાસે હતો ત્‍યારે ફિરોઝ ફકીરમહમદ તથા અજાણ્‍યા સાતેક શખ્‍સોએ ધસી આવી હુમલો કરી છરીથી પેટ અને વાંસામાં ઇજા કરતાં ધ્રોલ સારવાર અપાવી રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિથી રજા લઇ લીધી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ધ્રોલ પોલીસને જાણ કરી હતી.

(12:15 pm IST)