Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ગોંડલ શહેર તેમજ તાલુકામાં જીએસટી અધિકારીઓના ધામા

ગોંડલ, તા.૨૦: છેલ્લા બે ત્રણ દિવસથી જીએસટીની ટીમો દ્વારા ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડ ત્રણ ખુણીયા પાસે તેમજ તાલુકાના વેકરી ગામ સહિત વિવિધ જગ્યાઓએ તપાસ હાથ ધરાતા કૌભાંડીઓમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો, જીએસટીના ચેકિંગ અંગે અધિકારીઓએ કોઈપણ જાતની માહિતી ન આપવા જણાવ્યું હતું તેમજ અધિકારીઓ પણ ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ જ કાર્યવાહી કરતા હોવાનું જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા જ જામવાળી જીઆઇડીસી ના ઉદ્યોગપતિઓ જીએસટી ઝપટમાં આવી ચૂકયા હતા અને હાલ જેલહવાલે થવા પામેલ છે તેમજ ગ્રીન સીટી સોસાયટીમાં એક મેટાડોર ભરાઈને સાહિત્ય પકડાયું હતું જેનું પણ જીએસટી અધિકારીઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે ત્યારે નવા વર્ષની શરૂઆત સાથે જ જીએસટી અધિકારીઓ ફરી સક્રિય થતા કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

(12:05 pm IST)