Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ધોરાજી ઉપલેટા રોડ ઉપર ત્રીપલ અકસ્માતમાં બે મહિલા બે પુરૂષોને થયેલ ગંભીર ઇજા

ધોરાજી, તા.૨૦:ધોરાજીનાં જુનાં ઉપલેટા રોડ પર સાંજે ત્રિપલ મોટરસાયકલોનાં અકસ્માત થયો હતો કોઈ કારણોસર અને આ ત્રિપલ મોટરસાયકલ નાં સવાર એવાં ઉપલેટાનાં સોનાબેન સંજય દાવડા , નિખિલ સંજય દાવડા , કાજલ બેન સંજય દાવડા અને ચંદુ ગણેશ કાથોટીયા રહે છાડવાવદર આ ચારેય ને ઈજા ઓ પહોંચતા તાત્કાલીક ૧૦૮ દ્વારા ઈજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ફરજ પરનાં તબીબી એવાં રાજભાઈ બેરા એ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપી હતી અને પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.

(11:44 am IST)