Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ગારીયાધાર ન.પા. પાસે સ્ટ્રીટલાઇટ બાબતે તપાસ માટે નિયામક દ્વારા દસ્તાવેજો મંગાવાયા

સ્ટ્રીટલાઇટોની ખરીદીમાં મોટાબીલો ઉધાર્યાઃ વિપક્ષનો આક્ષેપ

ગારીયાધાર તા.૨૦: ગારીયાધાર ન.પા. કચેરી ખાતે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર સતાધીશો દ્વારા કરવામાં આવ્યા હોવાની વિરોધપક્ષ દ્વારા નિયામક કચેરી ખાતે ફરીયાદો ઉઠાવાઇ હતી.જે બાબતે સ્ટ્રીટલાઇટોમાં બેફામપણે બીલો ઉધારીને મસમોટા ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ સાથે વિરોધપક્ષ દ્વારા તપાસની માંગ કરવામાં આવી હતી. જે બાબતે નિયામક દ્વારા ન.પા. કચેરી ખાતેથી સ્ટ્રીટલાઇટોના તમામ દસ્તાવેજી કાગળો મંગાવાતા અનેક તર્ક-વિર્તકો સર્જાયા છે.

ગારીયાધાર ન.પા. કચેરી ખાતે વિરોધપક્ષનાં તમામ સદસ્યો દ્વારા ન.પા. કચેરી દ્વારા સ્ટ્રીટલાઇટોની ખરીદીમાં મસમોટા બીલો ઉધાર્યા હોવાના આક્ષેપોની રાવો ઉઠવા પામી હતી જે બાબતે વિરોધપક્ષના ન.પા. સદસ્યો દ્વારા નિયામક કચેરી ખાતે ભ્રષ્ટાચાર બાબતે અને જવાબદારો સામે કાર્યવાહી કરવા બાબતની તપાસની માંગ કરવામાં આવી હતી.

આ તપાસની માંગના બાબતે નિયામક કચેરી દ્વારા તપાસના કામના પગલે ગત તા.૯-૫-૧૮ના ખોલવામાં આવેલા ટેન્ડરોની વિગતો અને ચોક્કસ એજન્સી પાસે ખરીદવામાં આવેલા માલ-સામાન, બીલો, વાઉચરો અને ચુકવણીની વિગતો મંગાવવામાં આવી છે.

જયારે આ બાબતે ન.પા. કચેરી પાસે નિયામક કચેરી દ્વારા અગાઉ પણ દસ્તાવેજો મંગાવાયા હતા જે ન.પા. દ્વારા રજુ કરવામાં આવ્યા હતા પરંતુ ૧-૧૧-૧૮થી રજુ થતા અગાઉના દસ્તાવેજો મંગાવવામાં આવ્યા છે. વળી, આ જરૂરી દસ્તાવેજો આગામી સાત દિવસમાં કચેરીના કર્મી સાથે રૂબરૂમાં મંગાવવામાં આવતા અને વધુ દસ્તાવેજો મંગાવાતા નિયામક કચેરીની તપાસમાં ન.પા. સ્ટ્રીટલાઇટોની ખરીદીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોય તેવું અનુમાન લગાવાય રહયું છે.

વળી, તપાસ બાબતે ન.પા. કચેરી પાસે ચોક્કસ એજન્સી વિશે માહિતી માંગવામાં આવતા ગત તારીખોમાં ખુલનારુ સ્ટ્રીટલાઇટોનું ટેન્ડર કેન્સલ કરવામાં આવતા ન.પા. સદસ્યોમાં ભારે તર્ક-વિર્તક સર્જાયા છે. જયારે આ તપાસમાં આગળ શું કામગીરી થાય છે જે જોવું રહયું.

(11:42 am IST)