Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પાલિતાણામાં શ્રી સિદ્ધગિરિરાજમાં ચાતુર્માસ પૂર્ણાહુતિઃ ચાતુર્માસ પરિવર્તન તા.૨૩ નવે.ના રોજ થશે

ભાવનગર તા.૨૦: પૂજય ગચ્છાધિપતિ આચાર્યશ્રી પૂણ્યપાલસુરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પાલિતાણામાં તળેટી રોડ ઉપર આવેલ નંદ પ્રજ્ઞા અને સલોત જગજીવન ફુલચંદ જૈન ધર્મશાળા (ભાવનગરવાળા) માં પૂ. શ્રીમદ્દ વિજય જિન પ્રભસુરીશ્વરજી મા.ના શિષ્ય રત્ન વર્ધમાન તપની ૧૪૬ આયંબિલની ઓળીના આરાધક પૂ. પન્યાસ શ્રી ર્હ્રિકારપ્રભસુરીશ્વરજી મ.સા. તથા પૂ. સાધ્વી શ્રી ત્રિલોચના શ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી જય માલાશ્રીજી, સાધ્વીજી સુનિતંયક્ષાાશ્રીજી, સાધ્વીજીશ્રી દર્શિતા શ્રીજીની નિશ્રામાં ગરવા ગિરિરાજનાં આંલબને સતત આયંબિલ તપ-સ્વાધ્યાય- જિનવાણીનો ધોધ-વિરતી ધર્મની આરાધનાઓ થયેલ. હાલ ઉપધાન તપ ચાલી રહેલ છે.

પુજયશ્રીને ચાતુર્માસ પરિવર્તન માટે વિનંતી કરતા પૂજયશ્રી તથા સાધ્વીજી ભગવંતો તા. ૨૩-૧૧-૨૦૧૮ને શુક્રવારના રોજ સવારે ચાતુર્માસ પરિવર્તન પાલિતાણામાં તળેટી રોડ ઉપર નંદયાત્રા તથા સલોત જગજીવન ફુલચંદ જૈન ધર્મશાળામાં કરી-માંગલીક પ્રવચન બાદ કાર્તિકી પૂર્ણિમાના દિવસે ચતુર્વિધ સંઘ સાથે ગિરિરાજને વંદવા જશે.તો સકલ સંઘને પધારવા વિનંતી છે.

(11:40 am IST)