Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પ્રભાસ પાટણ મુકામે ૧૩ર તેજસ્વી તારલાને સન્માનિત કરી શિલ્ડ પ્રમાણપત્રો અપાયા

પ્રભાસ પાટણ તા.ર૦: પ્રભાસ પાટણ મુકામે તા.૧૮નાં રોજ ઘાંચી જમાતખાનાં ખાતે પાંચમો વિદ્યાર્થી સન્માન સમારોહ બેટર એજયુકેશન સોસાયટી એન્ડ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ.

આ સન્માન સમારોહ સોમનાથનાં ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાં અને તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડનાં અધ્યક્ષસ્થાને ૪૯ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ, ૮૩ વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ ફાઇલ આપવામાં આવેલ.

આ સમારોહમાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, વિમલભાઇ ચુડાસમા, દિનેશભાઇ રાયઠઠ્ઠા, હાજીરીયાજ, યુસુફભાઇ ડિંગી, યુસુફભાઇ સફી-મરીન, નુરદીનભાઇ કાલાવાન, ફારૂકભાઇએસ.એસ., સૈયદ સબ્બીરબાપુ સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. 

બેટર એજયુકેશનનાં ઉપપ્રમુખ હારૂનભાઇ મોઠીયાએ સ્વાગત પ્રવચન કરેલ જયારે અમનભાઇ ગોવાલે પ્રાસંગીક પ્રવચન કરેલ જયારે કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાનાં પ્રમુખ ડો.અગવાનને કરેલ. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(11:38 am IST)