Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

માળીયાના ખાખરેચીમાં હજારો ખેડુતોની સિંચાઇ પ્રશ્ને વિશાળ રેલીઃ કેનાલ પાસે ઉપર તાબડતોબ પોલીસ બંદોલસ્ત ગોઠવાયોઃ વાલ્વ ખોલી રાખવાના ચીમકી

મોરબી, વઢવાણી, તા.૨૦: માળીયાના ખાખરેચી ગામે હજારોની સંખ્યામાં ખેડૂતોની સિંચાઇ પ્રશ્ને વિશાળ રેલી યોજાઇ હતી.

માળીયામિંયાણાના છેવાડાના ૧૨થી વધુ ગામના હજારો ખેડુતોએ રોષપુર્ણ રેલી કાઢીને સરકાર વિરુદ્ઘ મહીલાઓએ પાણી આપોના નારા લગાવી કેનાલમાં પર વિરાટ વિરોધ પ્રદર્શન કર્યુ

માળીયામિંયાણાના ખાખરેચી ગામે માળીયા બ્રાંચ કેનાલમાં પાણી ન છોડાતા હજારો ખેડુતો સિંચાઈ પ્રશ્ને  વિરાટ વિરોધ પ્રદર્શન કરી રોષ પ્રગટ કર્યો હતો. ગામડાઓના હજારો ખેડુતોએ શિયાળુ વાવેતર કરી નાખ્યુ હોય પાકને બચાવવા પાણી આપોની નારેબાજી સાથે ખાખરેચી ગામના પાદરમાં રાષ્ટ્રીયગાન સાથે રેલીનુ પ્રસ્થાન કરાયુ હતુ જે વેણાસરના માર્ગ પર નર્મદા કેનાલ સુધી દોઢ કિલોમીટર લાંબી રોષપુર્ણ રેલી કાઢી સરકારની કુટનિતિ સામે વિરોધ દર્શાવ્યો હતો.

 મહીલાઓએ કેનાલ પર પાણી આપોની ઉગ્ર નારેબાજી કરી સરકાર વિરૂદ્ઘ દેખાવો કર્યો હતો જેમા સમિતિના અમુક ખેડુતો કેનાલ પાસે પ્રતિક ઉપવાસ શરૂ કરી આંદોલનના મંડાણ કર્યા હતા જોકે હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા ખેડુતોનો ઉકળાટ  જોઈને તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેમા માળીયા પીએસઆઈ જે.ડી.ઝાલા સહીતનો પોલીસ કાફલો કેનાલ પર તૈનાત કરી દેવાયો હતો તા.૧લી ઓકટોબરના આંદોલન બાદે ફરી સરકારને જગાડવા અને પાણી માટે પાણી બતાવવા હજારો ખેડુતો રોડ પર ઉતરી આવ્યા હતા જેમા ખાખરેચી કુંભારીયા સુલતાનપુર વેજલપર માણાબા ખીરઈ સહીતના ૧૨થી વધુ ગામના હજારો ખેડુતો માળીયા ખેડુત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં રહ્યો સહ્યો પાક બચાવવા અને રવિ સિઝન લેવા સિંચાઈનુ પાણી આપવા જેવી માંગ સાથે ફરી એક વખત આંદોલનના શ્રીગણેશ કર્યા હતા અગાઉ પણ ઉગ્ર આંદોલન કર્યોનો રેલો આવતા કહેવા પુરતુ પાણી છોડી ખેડુતોને ખુશ કર્યા હતા. પાણી પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવીને રોષે ભરાયેલા ખેડુતોએ ખાખરેચીની નર્મદા કેનાલ પર પ્રતિક ઉપવાસ શરૂ કરીને સરકારની નિંભરતા સામે ઉગ્ર આક્રોશ ઠાલવી જળ માટે હજારો ખેડુતો જંગે ચડ્યા હતા મુખ્ય કેનાલ પર ખેડુતો મહીલાઓ સહીત હજારોની સંખ્યામાં હલ્લાબોલ કરી જન આંદોલન શરૂ કરાયુ હતુ જયા અલગ અલગ કાર્યક્રમ આપી વિરાટ વિરોધ પ્રદર્શન કરી ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતરી ચોથા દિવસે પાણી નહી મળે તો ખેડુતો જાતે વાલ્વ ખોલી નાખવાની ચીમકી આપી હતી.

(11:35 am IST)