Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

શ્રી સોમનાથમાં કાર્તીકી પુર્ણીમા મેળાનો પ્રારંભ

પ્રભાસપાટણ, તા.ર૦: સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હિરણ નદીનાં કાંઠે વિશાળ મેદાનમાં સોમનાથ કાર્તિકી પુર્ણિમાનાં મેળાનો આજે તા.૧૯-૧૧ના રોજ સાંજના ૬ કલાકનાં અરસામાં ઢોલ-શરણાઇ અને ફટાકડાની આતશબાજી સાથે આ મેળાને ખુલ્લો મુકવામાં આવેલ છે. આ ભવ્ય અને દિવ્ય મેળો ૧૯ થી ર૩ સુધી ચાલનાર છે. અત્યાર સુધી સોમનાથનો આ ૬ર મેળા યોજાયેલ અને ૬૩ માં મેળાનો વિશાળકાય મેદાનમાં શરૂ થયેલ છે.

આ મેળાનો શુભારંભ દિપ પ્રાગટય અને રીબીન કાપીને કરવામાં આવેલ જેમાં રાજયસભાનાં સાંસદ ચુનીભાઇ ગોહેલ, પુર્વ મંત્રી જશાભાઇ બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવા, નગર પાલીકાના પ્રમુખ મંજુબેન સુપાણી, જીલ્લા સંઘના ચેરમેન માનસિંહભાઇ પરમાર, જગમાલભાઇ વાળા, લખમણભાઇ ભેસણ, જગમાલભાઇ વાળા, સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સ્વામી નારાયણનાં સંત ભકિત પ્રસાદજી, ભાજપના જીલ્લા પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, સહીત અનેક અગ્રણીઓ અને લોકોઆ ઉદઘાટન પ્રસંગે હાજર રહેલ.

તેમજ હસ્તકલાનો કુટીર મેળાનું ઉદઘાટન નગર પાલીકાનાં પ્રમુખ મંજુલાબેન સુપાણીએ કરેલ. આ હસ્તકલામાં દર વર્ષે ૬૦ સ્ટોલ હતા જયારે આ વર્ષે ૧૦૪ સ્ટોલ નાખવામાં આવેલ છે. તેમજ રાત્રીના રોજકલાકારો અને અનેક અવનવી ખાણી-પીણીની વસ્તુઓ, જેલના કેદીના ભજીયા સહીત અનેક પ્રદર્શનો જોવા મળે છે અને મસ મોટા જાઇન્ટ ચકડોળ તો ખરા જ તો તા.૧૯થી લોકો આ મેળાનો આનંદ માણવાનું શરૂ કરેલ છે.

(11:33 am IST)