Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જસદણમાં મગફળીની ખરીદી ધીમીઃ જામજોધપુરમાં ખેડૂતો હેરાન

ટેકાના ભાવે ખરીદીમાં અવ્‍યવસ્‍થા સર્જાતા ખેડૂતો મુશ્‍કેલીમાં

પ્રથમ તસ્‍વીરમાં જસદણમાં આવેદન, બીજી તસ્‍વીરમાં જામજોધપુરમાં મગફળી ખરીદીમાં મુશ્‍કેલી તથા તળાજામાં ખરીદી થતી નજરે પડે છે

રાજકોટ, તા. ૨૦ :. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જસદણ

જસદણઃ જુના માર્કેટીંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે જેમા ગોકળ ગાયની ગતીયે ચાલતી મગફળીની ખરીદીથી ખેડુતો ત્રાહિમામ પોકારી ગયા છે જેને લીધે જસદણ તાલુકાના ખેડુતો બહોળી સંખ્‍યામા એક્‍ઠા થયા અને જસદણ કોંગ્રેસના વિનુભાઈ ધડુકᅠ ᅠધીરજભાઈ શીંગાળા,ગજેન્‍દ્રભાઇ રામાણી,અવસરભાઇ નાકીયા, છગનભાઇ વોરા,ધીરુભાઈ છાયાણી,જયેશભાઇ મયાત્રા,હરેશભાઇ ધાધલ,સુરેશભાઈ છાયાણી,તુષારભાઈ છાયાણી,મોહસીન મુલતાની,રણજિતભાઈ મેર,નિલેશભાઈ તોગડિયા,બસિર પરમાર,ચેતન વ્‍યાસ સહીતનાં જસદન કોંગ્રેસᅠ સમિતિના આગેવાનો હાજર રહ્યાં હતાં.એક દિવસના જે ૩૦ ખેડુતોની મગફળી ખરીદવામા આવે છે એના બદલે ૫૦ ખેડુતોનીમગફળી ખરીદવામા આવે,તેમજ મગફળીના કાંટા હાલ ફક્‍ત બેજ છે તે કાટા વધારીને દસ કાટા કરવામાં આવે,અને જે હાલ કર્મચારીઓ છે તે બીન અનુભવી છે જેમકે મામલતદાર કચેરી, પ્રાત કચીરી તેમજ તલાટીઓ જેવા બીન અનુભવી અધીકારીઓને મગફળીની ખરીદિ કર્વામા મુક્‍યા છે કે જેઓનો આ વિસયનો અનુભવજ ના હોય અને બીન અનુભવી છે તો આવા અધીકારીઓને પુર્તિ ટ્રેનીંગ આપ્‍વામા આવે અથવાતો અનુભવી કર્મચારીઓને મુકવામા આવે,અને સ્‍વારના ૯ વાગ્‍યા થી મગફળીની ખરીદી સરૂ થય જવી જોઇએ એના બદલે ૧૨ વાગી જાય છે છતા મગફળીની ખરીદી સરૂ કર્વામા આવ્‍તી નથી અને કોગળ ગાયની ગતીએ ખુબજ ધીમી કામગરી કર્વામા આવે છે તો તે સમય સર અધીકારીઓએ કામગરી સરૂ કરી દેવી જોઇએ.પુરીરાત સુધી ખેડુતોને ભુખ્‍યા તરસયા વારામા ઉભા રહેવુ પડે છે ૧૨ કલાકે ખેડુત વારામા ઉભો રહે છે ત્‍યારે માંડ તેમનો વારો આવે છે બાદ મગફળીની ચકાસળી કર્વામા આવે છે તો અધીકારીઓ દ્વારા કેહવામા આવે છે કે આપની મગફળી ભેજ વાળી છે તો અહિ લેવામા નય આવે તો ખેડુતોને ધરમના ધકાઓ ખાવા પડે છે ટેકાનો ભાવ મલ્‍વાના બદલે આવવા જવાના રૂ.૪૦૦૦ ભાડુ પણ ઘરના ખર્ચે ભોગવવાનો વારો આવે છે અને અંતે મગફળી ઘરે પરત લય જવી પડે છે. ખેડુતોમાટે અહી પીવાના પાણીની પણ વ્‍યવસ્‍થા કર્વામા આવી નથી દુર દુરના ગામડાઓ માથી આવ્‍તા ખેડુતોને પિવાના પાણી માટે જયા ત્‍યા વલખાઓ મારવા પડે છે તો સરકાર દ્વારા ખેડુતો માટે પીવાના પાણીની પણ તાત્‍કાલીક વ્‍યવસથા કર્વામા આવે જેવી વિવિધ ખેડુતોની માંગ સાથે જસદણ કોંગ્રેસ સમીતી દ્વારા આવેદન પત્ર આપ્‍વામા આવ્‍યુ હતુ અનેᅠ જો કોંગ્રેસ સમિતીની યોગ્‍ય માંગ સમજી વેહલી તકે ખેડુતોને ન્‍યાય નય મલેતો જસદણ વિંછિયા તાલુકાના દરેક ખેડુતોનુ મહાસંમેલન બોલાવવામા આવ્‍સે અને કોંગ્રેસ સમિતી તેમજ ખેડુતો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરવાની પણ પુરી તૈયારીમા અને ખેડુતોને ભાજપ સરકારે જે ખોટા લોલીપોપ આપે છે તે બંધ કરે અને ખેડુતોની ખોટી મસકરીઓ ના કરે કેમકે ખેડુતો હવે ભાજપ સરકારને ઓળખી ગયા છે માટે એનો વળ્‍તો જવાબ આવનારી જસદણ વિધાનસભા ૭૨ની પેટા ચુટણીમા જવાબ આપશે જેવા ઘણા સુત્રોચારો કરવામાં આવ્‍યા હતા.

 જામજોધપુર

જામજોધપુરઃ માર્કેટીંગ યાર્ડ મુકામે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું કામ ગોકળગાય ગતિએ ચાલે છે તેમજ ખેડૂતો ખોટી રીતે હેરાન પરેશાન થઈ રહ્યા હોય જેથી કરીને ધારાસભ્‍ય ચિરાગભાઈ કાલરીયા માર્કેટીંગ યાર્ડ ખાતે જ્‍યાં ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ત્‍યાં રૂબરૂ દોડી જઈ અધિકારીઓને પોતાને ખોટી રીતે હેરાનગતિ ન થાય તે અંગે ઉચ્‍ચકક્ષાએ પણ રજૂઆત કરી હતી.

ભાવનગર

એ.પી.એમ.સી. ભાવનગરઃ ખરીદ માર્કેટીંગ સીઝન-૨૦૧૮-૧૯ અંતર્ગત મગફળી ખરીદી પ્રક્રિયા બાબતે મુલાકાત લઇ માહિતી આપતા નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્‍યાસે જણાવ્‍યું હતું કે, ભાવનગર જિલ્લામાં કુલ ૫ ખરીદ કેન્‍દ્રો કાર્યરત કરવામાં આવેલ છે. મગફળી ખરીદ પ્રક્રિયા તા. ૧૫-૧૧-૨૦૧૮ થી ૯૦ દિવસ સુધી રહેશે. ખરીદ પ્રક્રિયામાં કુલ ૧૫૦નો સ્‍ટાફ નિયુકત કરાયેલ છે. મગફળી ગુણવતા ચકાસણી માટે ગ્રામ સેવક, નાયબ મામલતદર-સહકાર, અને એ.પી.એમ.સી. ના સ્‍ટાફ મળી કુલ ૫ ની સમિતિની રચના કરાયેલ છે. ગુણવતા ચકાસણી માટે કુલ-૧૦૦નો સ્‍ટાફ નિયુકત કરાયેલ છે. જિલ્લા કક્ષાએ મગફળીની ટેકાના ભાવે ખરીદી અને મોનિટરીંગ માટે કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા મોનિટરીંગ સમિતિની રચના કરવામાં આવેલ છે. જિલ્લામાં દરેક ખરીદ કેન્‍દ્ર ઉપર બારદાન, વજન કાંટા, પ્રિંન્‍ટેડ ફલેક્ષ ટેગ, સિલાઇ મશીન, મજુરો, ટ્રાન્‍સપોર્ટેશન, સેમ્‍પલ બેગ, સેમ્‍પલ રિપોર્ટ વિગેરે બાબતોની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. સરકારની સુચના મુજબ મગફળી ખરીદ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવેલ છે. ભાવનગર જિલ્લામાં તા. ૧૭-૧૧-૧૮ સુધીમાં કુલ ૧૭૫ ખેડૂતોની ૪૪૫૭ કિંવટલ મગફળીનો જથ્‍થો ટેકાના ભાવે ખરીદાયેલ છે. મગફળી ખરીદ પ્રક્રિયાની મુલાકાતમાં પ્રાંત અધિકારી મીયાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી કોસંબી, ગોડાઉન મેનેજર તથા નિયુકત કરાયેલ સ્‍ટાફ હાજર રહયો હતો.

(11:51 am IST)